રાજકોટની પ્રજાને રંગીલી એટલે જ કહેવાય છે કે તેઓ હંમેશા નવા નવા પ્રયાસોને સ્વીકારવા તૈયાર હોય છે અને એટલે જે કોફી કલ્ચર રાજકોટની એક નવું કલ્ચર આપવા જઈ રહી છે. રાજકોટની પ્રજાને કુડીઝ કહેવામાં આવે છે તેઓ કવોલિટી કોન્સીયસ છે ખાવા-પીવાની કોઈપણ આઈટમ હોય તે હંમેશા તત્પર હોય છે તેના માટે જ તેઓને કોઈપણ કિંમત આપવા પણ તૈયાર હોય છે ત્યારે રાજકોટમાં કોફી કલ્ચરનું ઉદઘાટન કાલાવડ રોડ, રાજકોટ ખાતે થયેલું છે. જેનું ઉદઘાટન યોગેશ પુજારાના વરદ હસ્તે થયું હતું.
કોફી કલ્ચરની શરૂઆત ૨૦૦૪માં થઈ હતી અને રાજકોટમાં હવે પગદંડો જમાવી રહી છે. કોફી કલ્ચરમાં વિવિધ પ્રકારની કોફીઓ, ફાસ્ટફુડ, સીઝલર વગેરે માટે તેઓ પ્રખ્યાત છે. રાજકોટની પ્રજાને કવોલીટી ફુડ આપવું અને કસ્ટમર સેટીસ્ફેકશન જ આપવું એ કોફી કલ્ચરનો હેતુ છે. વધુમાં અમે ઈવેન્ટ પણ રાખેલી છે. જેમાં વિવિધ પ્રકારની સ્કીમ લોકો માટે ઉપલબ્ધ છે. જેમાં ઓપનીંગના દિવસને ૧૦૦ પહેલા ગ્રાહકોને આખા વર્ષ દરમિયાન ફ્રીમાં કોફી કલ્ચરનો લાભ મળે તો કોફી કલ્ચરનો હેતુ કસ્ટમર સેટીફીકેશન જ છે.
અબતક સાથેની વાતચીત દરમિયાન કોફી કલ્ચરના ઓનર ગૌરવ નારંગએ જણાવ્યું હતું કે, કોફી કલ્ચર અમે ૨૦૦૪માં શરૂઆત કરી હતી. આ રાજકોટમાં ૧૭મી બ્રાંચ છે. અમે લોકો કયાંય પણ જઈએ તેમનું લોકલ કલ્ચર અમે અડોપ્ટ કરતા હોય છીએ. રાજકોટમાં અમે ખોલવું તો રાજકોટનું લોકલ ફલેવર છે અને નાની વસ્તુઓને ધ્યાનમાં રાખી એમ્બીયન્સની અંદર સમાવેશ કરેલ છે. અમારા ફુડમાં અમે પ્રખ્યાત છીએ. આશા કરુ છું કે અહીંયાના લોકોને કોફી કલ્ચરનું નવું કલ્ચર પસંદ આવે. કોફીમાં વિવિધ ૪૫ જાતની કોફી રાખેલી છે. અમે કોફી, સીઝલર અને પીઝા માટે પ્રબળ છીએ. ફાસ્ટફુડ અને ઈટાલીયન મેકસીકન ફુડ પણ રાખીએ છીએ. ફાસ્ટફુડ અને ઈટાલીયન મેકસીકન ફુડ પણ રાખીએ છીએ. રાજકોટની વાત કરીએ તો એ બહુ જ ગ્રોઈંગ સીટી છે અને અહીંયા બધા ઉત્સાહી છે એટલે અમે અહીંનું વિચાયુર્ં અને લોકો જોડે પૈસા છે પરંતુ કોઈ લાઈફ સ્ટાઈલ નથી કોઈ સારી એવી જગ્યા નથી કે એ લોકો એમના ફ્રેન્ડસ જોડે હેંગઆઉટ કરી શકે અને એટલે જ અમે એ તક ઝડપી છે.
અમે એવું ઈચ્છીએ છીએ કે રાજકોટના લોકો કોફી કલ્ચરને એનું સેક્ધડ હોમ બનાવે અને દરરોજ આવે. ૨૦૨૧માં અમારું ફયુચર પ્લાનીંગ એ છે કે ૧૦૦ આઉટલેટસ કોફી કલ્ચરના પુરા ભારતમાં હોય અત્યારે ૯ સીટીમાં ૧૭ આઉટલેટ છે. અમે સ્કૂલ ટાઈમ ચાઈલ્ડ ફુડ ૩ ફ્રેન્ડને કોફી કલ્ચરનો આઈડિયા સુરતમાં આવ્યો હતો. બહારનું કલ્ચર જોઈને અમે આ વિચાર્યું હતું. ઈ-કોમર્સના કલ્ચરને જોઈને કયુએસઆરની રીવોલ્યુશનને લઈને અમે કોફી કલ્ચરનું વિચાયું. ઈવેન્ટમાં હોસ્ટીંગ દરમિયાન કોફી કલ્ચરને અને લોકોનો ઉત્સાહ વધારવા ર્મીચી આર.જે.આકાશે જણાવ્યું હતું કે, ઘણા બધા ટાઈમથી રાજકોટીયન્સ એમ્બીયન્સના ઓપ્શન વિચારતું હતું તો એમાં કોફી માટે બેસ્ટ કલ્ચર કોફી કલ્ચર છે. રાજકોટની જનતા વચ્ચે રાજકોટના લોકો માટે આ બહુ જ અનેરું છે.