એક સમયે કચ્છના નાના રણમાં મીઠા ઉદ્યોગથી ધમધમતો રેલ વ્યવહાર આજે મરણ પથારીએ
કચ્છના નાના રણમાં હળવદ અને ધ્રાંગધ્રા વિસ્તારમાં મીઠું પકવતા લોકો માટે મીઠાના ટ્રાન્સપોર્ટેશન માટે આઝાદી પૂર્વે ચાલુ કરાયેલી ટ્રેન છેલ્લા સાત વર્ષથી બંધ હાલતમાં છે અને આ બંધ કરાયેલા ટ્રેન વ્યવહારથી મીઠા ઉદ્યોગને મોટું નુકસાન વેઠવું પડી રહ્યું છે એટલું જ નહીં પરંતુ મીઠું પકવતા લોકોની રોજીરોટી પણ છીનવાઈ ગઈ છે. જે વેગનો ભરાઈને અગરીયાઓ રોજીરોટી મેળવતા હતા તે અત્યારે પડી ભાંગ્યા છે. ચોક્કસ વ્યકિતઓને ફાયદા કરાવવા સાંસદ પણ આ બાબતમાં મૌન સેવી રહ્યા છે. આઝાદ ભારતમાં સાંસદ સભ્યની બેદરકારીના કારણે રેલવે લાઈન બંધ થતા મોટા ભાગના ટીકર, કીડી, જાગડ, એંજાર, કુડા, કોપરણી, નિમકનગર, નરાડી સહિતના ગામોના અગરીયા પરિવારોની હાલત કફોડી તસ્થતિમાં મુકાઈ છે.
એકબાજુ વેપારી એસોસિએશન અને યુનિયનોએ અગરીયાઓનું લોહી ચુસી રહ્યા હોવાનું અગરીયા પરિવારોમાં બુમરાડો ઉઠવા પામી છે. તો બીજી બાજુ સરકાર પણ અગરીયાઓને આ ટ્રેન બંધ કરીને પાયમાલ કરી દીધા હોવાની અગરીયાઓમાં ફરિયાદ ઉઠી છે.
એક સમયે અગરીયાઓને આ વેગનો રોજીરોટીનું માધ્યમ બની આજીવીકા પૂરી પાડતી હતી. માળીયા, હળવદ સહિત ધ્રાંગધ્રા, પાટડીને અડીને આવેલા કચ્છના નાના રણમાં તમામ ગામોના અગરીયાઓની દિવસેને દિવસે હાલત બદ્દતર થતી જાવા મળી રહી છે. ત્યારે ઝાલાવાડના સાંસદ દેવજી ફતેપરા પણ આ વિસ્તારમાં એકેય વાર ડોકાયા ન હોવાનું અગરીયાઓએ જણાવી રહ્યા છે. જયારે આ અગરીયાઓની સમસ્યાઓને દિલ્હી દરબારમાં રજૂ કરવામાં પણ કયાંક નિષ્ફળ સાબિત થયા છે. અગરીયાઓના મતે ર૦૧૪માં સાંસદ ચૂંટણી જીત્યા બાદ દેવજી ફતેપરાના જાણે દર્શન દુલર્ભ બન્યા હોય તેવું અગરીયાઓમાં ચર્ચાએ જાર પકડયું છે. આગામી ર૦૧૯માં જા દેવજી ફતેપરા સાંસદ બનવાના અભરખે રણકાંઠા વિસ્તારમાં મત જશે તો અગરીયાઓ સાંસદનો કયાંકને કયાંક વિરોધ કરે તો નવાઈ નહીં. પાંચ વર્ષથી બંધ પડેલ મીઠા ઉદ્યોગની વેગનો ફરી શરૂ કરવા અગરીયા પરિવારમાં ઉગ્ર માંગ ઉઠવા પામી છે.