ભાટીયામાં પીજીવીસીએલની થુકના સાંધા જેવી કામગીરીને કારણે લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે. દિવસ દરમ્યાન ૪ થી ૫ વખત પાવર કટ થતા આ કાળઝાળ ગરમીમાં પ્રજાની હાલત દયનીય થઈ ગઈ છે.
છેલ્લા દોઢ બે મહિનાથી ભાટીયા પીજીવીસીએલની કામગીરી શંકાશીલ હોય તેમ દિવસ દરમિયાન કોઈપણ સમયે બે-ત્રણ કલાક પાવર બંધ કરી દેવામાં આવતા લોકો આકુળ વ્યાકુળ બની ગઈ છે. દિવસ દરમિયાન કોઈપણ સમયે તો પાવર કટ કરવામાં આવે છે પરંતુ એક સર્વે મુજબ મોટાભાગે સાંજના ૪ થી ૭ દરમિયાન વધુ વખત પાવર કટ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. વર્ષ દરમિયાન મેન્ટેનન્સને નામે લાખો રૂપિયાની મશીનરી બદલાવી પ્રજાના પૈસાનો ઘુમાડો કરતી ભાટીયા પીજીવીસીએલ પુરતી સપ્લાય ના આપતી હોય અને અન્ય માલેતુજાર કંપનીને પુરતો પાવર મળતો હોય ત્યારે શંકાની સોય ભાટીયા પીજીવીસીએલ પર રહે. હાલ તો તંત્ર પ્રજાના બળતણ ઉપર પોતાનો પાપનો રોટલો શેકી રહી હોય તેવું સાફ જણાય આવે છે.