બેટી બચાવો, પાણીનું મહત્વ અને સ્વચ્છતાનું મહત્વ વિષયક માર્ગદર્શન અપાયું
તા.૧પ જુન જોડીયા તાલુકાના બાલાચડી ગામ મુકામે બાલાચડી પ્રાથમીક શાળાના વિશાળ પટાંગણમાં ભવ્ય મંડપના ઓછાયા હેઠળ પધારેલ માનવંતા મહેમાનો જામનગરથી પધારેલ એસ.ઓ. જીલ્લા ઉઘોગ કેન્દ્ર જામનગર જે.વી.જાની સીઆરસી ધમેન્દ્રસિંહ પરમાર, ગામના ઉપસરપંચ જયવંતસિંહ વાઘેલા ગામના આગેવાન અનોપસિંહ વાઘેલા, ગામના સૌથી વયોવૃઘ્ધ ભણેલ વડીલ તથા ગ્રામજનો, તથા ગ્રામજનો શાળા શિક્ષણગણ અને વિઘાર્થીઓની મોટી સંખ્યામાં હાજરી સાથે કાર્યક્રમની શુભ શરુઆત સર્વધર્મ પ્રાર્થનાથી કરવામાં આવી હતી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના બાહોશ પ્રજ્ઞા શિક્ષક રફીકભાઇ અમરેલીયાના માર્ગદર્શન હેઠળ શાળાની ધો.૮ ની બાળા શાહમદાર નશરીન તથા ચાવડા શાહીનએ સંભાળ્યું હતું. તથા સમય્ર કાર્યક્રમની વ્યવસ્થા ભરતભાઇ ઝાંટીયાએ સંભાળી લીધી હતી. પ્રાર્થનાથી પવિત્ર થયેલ વાતાવરણના સાનિઘ્યમાં અને શાળાના શિક્ષિકા બહેન દિપાલીબેન મકવાણાના માર્ગદર્શન હેઠળ શાળાના બાળકો દ્વારા અભિનય સાથે ગૌરવગાન મનુષ્ય તું બડા મહાન હૈ….. રજુ કરવામાં આવ્યું. બેટી બચાવો વિષય પર વકતવ્ય ચાડ જીના તથા પાણીનું મહત્વ વિષય પર વાઘેલા રાજવીરસિંહ તથા સ્વેચ્છતાનું મહત્વ વિષય પર વાઘેલા સત્યજીતસિંહ દ્વારા રજુ કરવામાં આવેલ હતું.
કાર્યક્રમ અંતે શાળાના વિજ્ઞાન શિક્ષક મુસ્તાકભાઇ ગોધાવીયાએ સૌ પધારેલ માનવંતા મહેમાનરુપી અધિકારીઓ, પદાધિકારીઓ, ગ્રામજનો, વિઘાર્થી ભાઇ બહેનો અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવનાર શાળાના શિક્ષકોનો આભાર વ્યકત કર્યો હતો.
ત્યારબાદ ગામ ખાતે શાળાની લગભગ ૩ કીમી દુર આવેલ ગુલગલજાર કોલોનીના બાળકોને શાળા સુધી પહોચાડવા માટે સરકાર દ્વારા ટ્રાન્સપોટેેશન સ્કુલ વાનનું તીલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. અને ત્યારબાદ જે.વી. જાનીના માર્ગદર્શન મુજબ શાળાના બાળકો દ્વારા જ પટાંગણમાં વૃક્ષોરોપણ કરી કાર્યક્રમનું સમાપન કર્યુ હતું.
કાર્યક્રમના અંતે શાળાના શિક્ષક હિતેષ જરુએ સૌ બાળકો ગ્રામજનો અને અધિકારીઓ માટે સરબત પાઇ ગરમીના માહોલને ઠંડુ કર્યુ હતું. સમગ્રકાર્યક્રમનુૅ જીવંત કવરેજ પત્રકાર શરદભાઇ રાવલદ્વારા કરવામાં આવ્યું હતું.