સંવેદનશીલ ગુજરાત સરકાર ના ઉમદા અભિયાન શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ૨૦૧૮ અંતર્ગત જુનાગઢ જિલ્લાની ગ્રામ પંચાયત સંચાલિત પંચાયતી પ્રાથમિક અને માધ્યમિક શાળા – કોયલાણા (ઘેડ) મધ્યે ડૉ.આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ – ગુજરાત સરકાર ના માન.ચેરમેનશ્રી ગૌતમભાઈ ગેડીયા દ્વારા નાના ભુલકા સમા બાળ વિદ્યાર્થીઓ ને આજરોજ શાળામાં વિધિવત પ્રવેશ અપાયો, તથા સરકારશ્રીના કન્યા કેળવણી અભિયાન હેઠળ કુમારિકાઓ ને સાયકલ આપવામાં આવી તથા વિદ્યાર્થી મિત્રો ને શૈક્ષણિક કીટ આપીને પ્રોત્સાહિત કરીને શ્રી ગેડીયા દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
શ્રી ગેડીયા એ બાળકો ને રમુજ સાથે પ્રેરણાદાયી ઉદાહરણો આપીને વિદ્યાર્થીઓ, શિક્ષકગણ, ગ્રામજનો ને હાલના આ સરકારના નવા માળખા મુજબની અધ્યતન તકનીક થી સજ્જ મુલ્યવાન શિક્ષણ આપતી સરકારી શાળાનું મહત્વ સમજાવીને બાળકોને સરકારી શાળાઓ મા વધુને વધુ ભણાવવાની સમજ આપી હતી અને શિક્ષક મિત્રોને રોજે રોજની કામગીરી ની ગુણવત્તા વધારીને ભારત નું ભાવી ઘડવાના નિર્માણકાર્યમા ગ્રામજનો સાથે સંકલિત બની રેહવાની વાત મૂકી હતી તથા સરકારી શાળા મા પોતાનું યોગદાન આપનાર શ્રેષ્ઠીશ્રીઓ ને બિરદાવ્યા હતા, આ કાર્યક્રમમાં બાળ વિદ્યાર્થી મિત્રો, શિક્ષકગણ, ગ્રામ એસ.એમ.સી., ગામના સરપંચશ્રી તથા ગ્રામજનો હાજર રહ્યા હતા…..