રૂ. ૨૭ હજારનો મુદામાલ કબ્જે કરતી પોલીસ
શહેરમાં વધી રહેલા જુગાર દારૂના બનાવોની બદીને ડામવા પોલીસ દ્વારા ઘોસ બોલાવવામાં આવી રહી છે. ત્યારે શહેરના વધુ ત્રણ સ્થળે જુગાર રમાતો હોવાની બાતમીનાં આધારે પોલીસે પાંચ શખ્સોને દબોચી લીધા છે. અને જુગારના પટમાંથી રૂ. ૨૬૮૩૦ની રોકડ કબ્જે કરી વધુતપાસ હાથ ધરી છે.
પોલીસમાથી પ્રાપ્ત વિગત શહેરના ત્રિલોક પાર્ક સરકારી આવાસ યોજનાના કવાટર્સમાં જુગાર રમાતો હોવાની બાતમીનાં આધારે ક્રાઈમ બ્રાંચના હેડ કોન્સ્ટેબલ સામતભાઈ ગઢવી સહિતના સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા સલીમ યુસુફ બ્લોચ, મેહુલ અનીલ પૂજારાઅને ચંદુ જગુમલ સતીજાને રૂ. ૮૦૧૦ની રોકડ સાથે ઝડપીલીધા હતા. હેડ કોન્સટેબલ હિતેન્દ્રસિંહ ઝાલા ફરિયાદના આધારે તપાસ ચલાવી રહ્યા છે.
જયારેબીજા બનાવમાં થોરાળા વિસ્તારમાં વરલી ફીચરનાં આંકડાનો જુગાર ચાલતો હોવાની બાતમીના આધારે થોરાળા પોલીસે દરોડો પાડી ધર્મેશ જનક ઠકકર, રહેમાન ઉર્ફે બોદુ ઈકબાલ મલેક ઝડપી લીધા હતા. રૂ.૧૮૮૨૦ની રોકડ કબ્જે કરી એએસઆઈ ડી.કે. ડાંગર સહિતના સ્ટાફે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.