ભાજપામાં પદ નહિ સેવાની જવાબદારીનો ભાગ છે : સખીયા-મેતા.
રાજકોટ જીલ્લા ભાજપા અધ્યક્ષશ્રી ડી.કે.સખીયા તથા સાંસદશ્રી મોહનભાઈ કુંડારિયાજીના અધ્યક્ષ સ્થાને રાજકોટ જીલ્લા ભાજપા કાર્યાલય ખાતે રાજકોટ તાલુકા પંચાયત પ્રમુખની નિમણુક અંગેની સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી.
આ બેઠકમાં રાજકોટ જીલ્લા ભાજપા મહામંત્રીશ્રી ભાનુભાઈ મેતા, જયંતીભાઈ ઢોલ, ડો.ભરતભાઈ બોઘરા, ધારાસભ્યશ્રી લાખાભાઈ સાગઠીયા, જીલ્લા ઉપપ્રમુખશ્રી નીતિનભાઈ ઢાંકેચા, માર્કેટિંગ યાર્ડના વા.ચેરમેનશ્રી હરદેવસિંહ જાડેજા, તાલુકા પ્રમુખશ્રી વલ્લભભાઈ સેખલિયા, મહામંત્રીશ્રીઓ શૈલેશભાઈ અજાણી, વિક્રમભાઈ ખીમાણીયા, યુવા મહામંત્રીશ્રી નરેન્દ્સિંહ જાડેજા સહીત તાલુકા પંચાયતના તમામ સભ્યો ઉપસ્થિતિ રહ્યા હતા.
આ તકે સખીયા-કુંડારિયા-મેતાએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીમાં પદ નહિ સેવાની એક જવાબદારીનો ભાગ હોય છે. ભાજપામાં કોઇપણને સેવાની તક મળે સૌ સાથે મળી ભાજપાની વિચારધારાને આગળ લઇ જવા ખંભે ખંભા મિલાવીને સંગઠનને મજબુત કરવા માટે સૌ કામે લાગી જાય છે.