ધારાસભ્ય વસોયા અને પાલિકા પ્રમુખ ચંદ્રવાડીયાએ મુસ્લીમ બિરાદરોને આપી શુભેચ્છા
ઉપલેટા શહેરમાં પવિત્ર રમજાન માસના ર૯ રોજા પૂર્ણ કરી ગઇકાલે ચાંદ દેખાતા આજે પવિત્ર પર્વ ઇદ ઉલ-ફિત્રની આજે શાતદાર ઉજવણી કરાઇ હતી.
પવિત્ર રમજાત માત્ર ૧૫ કલાક સુધીના લાંબા રોજા દરમ્યાન મુસ્લીમ સમાજના બાળકોથી માંડી વૃઘ્ધાઓએ અલ્લાહની બંદગી ર૯ રોજા દરમ્યાન કર્યા બાદ ગઇકાલે ઇદની ચાંદ દેખા દેખા મુસ્લીમ સમાજમાં દરખાસ્ત છેલ્લી હતી. ગઇ કાલે ચાંદ દેખાતા આજે સવારે ૯.૩૦ કલાકે સમસ્ત મુસ્લીમ સમાજ દ્વારા ઇદ ગાદે તેમજ શહેરની સ્થાનીક મસ્જીદોમાં ઇદની વિશેષ નમાજ અદા કરી ત્યારબાદ મુસ્લીમ બાદી પાઠવી હતી. આ પર્વ પર ખાસ કરીને બાળકોમાં ખુશીનો અનેરો ઉત્સાહ હોય છે. રમજાન માસની વિદાય પર તાઅત પઢવામાં આવી હતી. આજે મુસ્લીમોના પવિત્ર પર્વ ઇદની ઉજવણી પ્રસંગે ધારાસભ્ય લલીતભાઇ વસોયા, પાલિકા પ્રમુખ દાનભાઇ ચંદ્રવાડીયા, તાલુકા પંચાયત પ્રમુખ લાખાભાઇ ડાંગર સહીતના હિન્દુ આગેવાનો મુસ્લીમ વિસ્તારમાં જઇ મુસ્લીમ બિરાદરોને ઇદ મુબારક પાઠવી શુભેચ્છા પાઠવી હતી.