સોશિયલ મીડિયાએ વિશ્વને જોડી દીધું છે. જ્યાં ઘડિયાળના કાંટાની જેમ બધાં એકબીજાની સો જોડાયેલાં તો દેખાય છે, પરંતુ કોઈ એકબીજાને મળતું નથી. સોશિયલ મીડિયાનો સતત વધી રહેલો ઉપયોગ અનેક સમસ્યાઓને આમંત્રણ આપી રહ્યો છે.

86491677 b100 48ae be2f d860ea0eafc8આજના યુવાઓ વાસ્તવિક જગત કરતાં વર્ચ્યુઅલ લાઇફને વધારે સાચી માની રહ્યાં છે. જે સંબંધો માટે ખતરનાક છે. ફેસબૂક પર ૫૦૦ કે ૧,૦૦૦ લાઇક મળવાી તેઓ પોતાની દુનિયાને વિશાળ માની લે છે. સોશિયલ મીડિયા દ્વારા સંકળાયેલા લોકો માત્ર પરિચિત હોય છે, મિત્ર નહીં. ’સોશિયલ મીડિયા લોકોના મૂડ સ્વિંગ સાથે જોડાયેલું છે. લોકો કોઈ પણ ફોટો કે પોસ્ટને જોયા વિના જ લાઇક કરી દે છે. ઘણી વખતે તો કોઈના મૃત્યુના મેસેજને પણ જોયા વિના લાઇક કરી દે છે અને બાદમાં અફસોસ થાય છે. આજની પેઢીના યુવાનોની ગમે તેટલા તેમની નજીક બેઠા હોય તે છતાં તેમના મોબાઇલમાં કોઈ જોઈ શકતું નથી. તેથી હકીકતમાં જ્યારે સંબંધો સાચવવાના આવે છે ત્યારે તેમને મુશ્કેલી પડે છે.

social mediaતેઓ કોઈની સાથે વ્યવસ્થિત રીતે વાત નથી કરી શકતાં, કારણ કે તેમનામાં સોશિયલ સ્કિલ ડેવલપ થઈ હોતી નથી. મહામારી લઈ રહી છે જન્મડો. સોશિયલ સાઇટ્સના વધારે ઉપયોગને કારણે યુવાવર્ગ અભ્યાસમાં કે ઓફિસમાં ધ્યાન આપી શકતો નથી. આી તેમનામાં ચીડિયાપણું આવી રહ્યું છે, એકાગ્રતા ઓછી થઈ રહી છે, તણાવ વધી રહ્યો છે. પૂરતી ઊંઘ નથી મળી રહી, ઘણાં યુવાઓ તો ભૂખને પણ અવગણે છે.

Woman using apps on smartphoneઆ તમામ બાબતોની શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ઘાતક અસર થઈ રહી છે. છેલ્લાં ત્રણ વર્ષમાં આવા કેસોમાં ૬૦ ટકાનો વધારો થયો છે. ખાસ કરીને તો વોટ્સએપ આવ્યા પછી આવા કેસ વધ્યા છે.’સંબંધો પર અસરલોકોને એકબીજા સાથે એડજસ્ટમેન્ટ પ્રોબ્લેમ થઈ રહ્યા છે. જેમ કે કોઈ નવવિવાહિત દંપતી હનીમૂન પર જાય છે તો ત્યાં તેઓ એકબીજાની સાથે વાતચીત કરવાની જગ્યાએ પોતાના મોબાઇલમાં ખોવાયેલાં રહે છે. કોઈના બેસણામાં પણ મોબાઇલ સાઇલેન્ટ મોડ પર રાખીને ચેટિંગ કરતાં હોય છે. મતલબ જ્યાં સામાજિક જવાબદારી કે સંબંધ નિભાવવા જાવ છો ત્યાં પણ આ રીતનું વર્તન સંબંધો માટે ઘાતક સાબિત થઈ શકે છે. સવારે ઊઠીને જ્યાં સુધી તમારું રોજિંદું કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી મોબાઇલ જોવો નહીં. દિવસ દરમિયાન પણ ચોક્કસ સમય માટે જ મોબાઇલ ચેક કરો. રાત્રે તો મોબાઇલને શક્ય એટલો દૂર જ રાખો. જેેટલું સ્ક્રીન ડાયેટિંગ કરશો તેટલો ફાયદો થશે. બને ત્યાં સુધી મેસેજ કરવાનું ટાળો અને ફોન પર વાત કરો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.