તપસ્વી રત્ના મિલીબેન શેઠના છઠ્ઠા વર્ષી તપ પારણા મહોત્સવ પ્રસંગે ગુ‚દેવનું મનનીય પ્રવચન:
રાજકોટ મહાવીર નગર સ્થા.જૈન સંઘને આંગણે મહાવીર નગર સંઘના વોરા પરીવારના સુપુત્રી અને માત્ર ચાર જ મહિનાના સંયમ પયોયધારી નૂતન દીક્ષિત પૂ.પરમ અનન્યાજી મહાસતિજીએ પોતાના ઉદ્ બોધનમાં કહ્યું કે સંતનું એક જ દિવસનું સાનિધ્ય મને સાધક બનવા તરફ દોરી ગયું. એટલે જ કહેવાય છે કે પૂ.સંતોના દશેન માત્ર થી કલ્યાણ થઈ જાય છે. મહાવીર નગર જૈન સંઘના પનોતા પૂત્ર રત્ન પૂ.વિનમ્ર મુનિ મ.સાહેબે સંઘ સાથેના અનેક સંસ્મરણો યાદ કરેલ.પ્રવચનનો દોર આગળ વધારતા પૂ.પિયુષમુનિ મ.સાહેબે કહ્યું કે માનવ ભવની મળેલી ક્ષણને સાથેક કરજો.” ક્ષણને પારખે તેને પંડિત કહેવાય. “.રાષ્ટ્ર સંત પૂ.ગુરુદેવ નમ્ર મુનિ મ.સાહબે ફરમાવ્યુ કે જીવનમાં વિકાસ કરવો હોય તો ઉપેક્ષા સહન કરતાં શીખો.ગુરુ પાસે કોઈ ઈચ્છા કે અપેક્ષા લઈને ન જવાય.પૂ.સંત – સતિજીઓના હ્રદયના અહોભાવથી દૂરથી નયન દશેન કરાય ચરણ સ્પર્શનો આગ્રહ ન રખાય.પૂ.ગુરુદેવે પ્રભુ મહાવીરનો અનેકાંતવાદનો સિધ્ધાંત સમજાવતા કહ્યું કે ” કાલં કાલે સમાયરે ” અથોત્ જે સમયે જે યોગ્ય હોય તે કાયે કરવું પરંતુ જીવનમાં કદી હઠાગ્રહ ન રાખવો.
પૂ.નમ્રમુનિ મ.સાહેબે કહ્યું કે કદાચ વર્ષીતપ વગેરે બાહ્ય તપ ન થઈ શકે તો વિનયાદિ આભ્યંતર તપની આરાધના કરજો.સાપ્રંત સમયમાં વિનયની અતિ આવશ્યકતા છે.
આજરોજ શ્રમણ સંઘના આચાર્ય ભગવંત પૂ.શિવમુનિ મ.સા.ના આજ્ઞાનુવર્તી સાધ્વી રત્ના પૂ.અમરજયોતિજી આદિ સતીવૃંદ પૂ.ગુરુવર્યોના દશેન – વાણીનો લાભ લેવા મહાવીર નગર સંઘમાં પધાર્યા હતા. પ્રવચન નૂતન નગર કો.હોલ ખાતે સવારે ૯:૧૫ થી ૧૧:૧૫ રાખેલ તેમ જણાવાયું હતું.