રૈયાના પ્રૌઢને બેસાડી અવાવ‚ સ્થળે લઈ જઈ મારમારી રૂ.૫૫૦૦ની પાંચ શખ્સોએ લુંટ ચલાવી‘તી
શહેરમાં કથળેલી કાયદો અને વ્યવસ્થા ચોરી, લુંટ અને ચીલ ઝડપ સહિત વધતા જતા આર્થિક ગુનાના ભેદ ઉકેલવા પોલીસ કમિશનર અનુપમસિંઘ ગેહલોતે આપેલી સુચનાને પગલે ગાંધીગ્રામ વિસ્તારમાં બે દિવસ પૂર્વે રિક્ષામાં બેસાડી અવાવ‚ સ્થળે પ્રૌઢને લઈ જઈ મારમારી રૂ.૫૫૦૦ની લુંટની ઘટનાનો ભેદ ઉકેલી ત્રણ શખ્સોને દબોચી લઈ રિક્ષા અને રોકડ મળી રૂ.૧૦ હજારનો મુદામાલ કબજે કર્યો હતો.
વધુ વિગત મુજબ રૈયા ચોકડી ૧૫૦ ફુટ રીંગ રોડ ખાતેથી ગત મોડી રાત્રીના આશરે અઢી વાગ્યાના સુમારે ફરીયાદી ચીમનભાઈ નરસીભાઈ સોલંકીએ ગોંડલ ચોકડી ખાતે જવુ હોય રૈયા ચોકડીથી એક ઓટો રીક્ષામાં ભાડુઆત તરીકે બેસેલા ત્યારે ઓટો રીક્ષામાં ડ્રાઈવર સહિત પાંચ ઈસમો બેઠેલા હોય જેઓ તમામે રૈયા ચોકડીથી કેકેવી હોલ થી ઢેબર રોડથી હોસ્પિટલ ચોકથી જામનગર રોડ બાદ આઈઓસી ડેપોની સામે આવેલા અવાવ‚ જગ્યાએ લઈ જઈને ઢીકાપાટુનો માર મારી બીક બતાવીને રોકડા રૂ.૫૫૦૦ની લુંટ કરેલી હોય જે બાબતેની ફરિયાદ ચીમનભાઈ નરસીભાઈ સોલંકી (રહે.ભેસાણ જી.જુનાગઢ) વાળાએ ઓટો રીક્ષા ચાલક સહિતના અજાણ્યા પાંચ ઈસમો વિરુઘ્ધ તા.૧૩/૬/૨૦૧૮ના રોજ ફરિયાદ દાખલ કરી હતી.
પોલીસે લુંટમાં વપરાયેલી રિક્ષાના નંબરના આધારે આઈ-વે પ્રોજેકટની મદદથી જી.જે.૩ એ.યુ.૨૨૩૩ નંબરની રીક્ષા એરપોર્ટની દિવાલ પાછળ શિતલ પાર્ક પાસે ઉગતા પોરની મેલડી માતાજીના મંદિર નજીક રિક્ષા સાથે શખ્સો હોવાની ગાંધીગ્રામ પોલીસ મથકના સ્ટાફને મળેલી બાતમીના આધારે ત્રાટકી કરણ નાનજી ઉકેડીયા, અમિત દિનેશ ઉકેડીયા અને હાર્દિક ઉર્ફે ટાટીયો મનસુખ ભાલાળા નામના શખ્સની પ્રાથમિક પુછપરછમાં ચીમનભાઈ સોલંકીને રિક્ષામાં બેસાડી લુંટ ચલાવી કબુલાત આપી હતી. પકડાયેલા શખ્સ કરણ મારામારીના ગુનામાં નાસતો ફરતો હતો. તેમજ નાસતા ફરતા અજય માનસિંગ પરસોડા અને સુરેશ કેશુ ઉકેડીયાની શોધખોળ આદરી છે.
ગાંધીગ્રામ પોલીસ મથકના ઈન્સ. એચ.આર.ભાટુ, પોલીસ સબ ઈન્સ. ઓ.જે.ચિહલા, જી.એન.વાઘેલા તથા હેડ કોન્સ. ભાનુભાઈ મિયાત્રા, રશ્મિનભાઈ પટેલ, ઘનશ્યામભાઈ મેણીયા, વનરાજભાઈ લાવડીયા, શૈલેષભાઈ પટેલ, યુવરાજસિંહ જાડેજા તથા કનુભાઈ બસીયા સહિતના સ્ટાફે કામગીરી બજાવી હતી.