તમે વજનને નિયંત્રણમાં રાખવા માગતા હો અને ફીટ રહેવા માગતા હો તો કેટલાંક યોગાસનની મદદથી એ કરી શકો છો.યોગથી વજન નિયંત્રણમાં આવે છે પરંતુ ધીરેધીરે. અત્યારની ઝડપી જીવનશૈલીમાં તમે ગણતરીનાં યોગાસન કરીને ફિટનેસ પણ સાચવી શકો અને સ્વસ્થ પણ રહી શકો છો.
મર્હિષ પતંજલિએ લગભગ ત્રણ હજાર વર્ષ પહેલાં યોગવિદ્યા હેઠળ એવાં યોગાસનોની માહિતી આપી હતી જે આપણા શરીરને ખૂબ જ ચુસ્તીર્સ્ફૂિતભર્યું રાખવામાં મદદરૃપ થતી હતી તેમાંનો જ એક છે અષ્ટાંગ યોગ. અષ્ટાંગ યોગમાં શ્વાસ લેવાની યોગ્ય પદ્ધતિ તથા આસનનો સુમેળ છે. યોગ્ય રીતે શ્વાસ લઈને આસન કરવાથી શરીર તથા મગજમાંથી ટોક્સિન એટલે કે ઝેરી પદાર્થો દૂર થઈ જાય છે અને શરીર એકદમ ફીટ રહે છે
સર્વાંગાસન
જમીન પર સીધા સૂઈ જાવ અને પાંચ વાર ધીમે ધીમે શ્વાસ લેતા જાવ અને છોડતા જાવ. પછી છેલ્લી વાર શ્વાસ છોડતી વખતે બંને હાથથી બે બાજુથી કમરનો ભાગ પકડો. ધીરે ધીરે પગને એટલા ઉપર લઈ જાવ કે ફક્ત તમારા ખભાનો ભાગ જ જમીનને અડકેલો રહે. કમર તથા પીઠનો હિસ્સો શક્ય તેટલો ઊંચકાયેલો રહે તેવા પ્રયત્ન કરો. આ સ્થિતિમાં પાંચ વાર શ્વાસ લો અને છોડો. પછી શ્વાસ લેતા લેતા સામાન્ય પરિસ્થિતિમાં આવી જાવ.
હલાસન
સર્વાંગાસન બાદ હલાસન કરી શકો છો. સામાન્ય પરિસ્થિતિમાં આવ્યા બાદ શ્વાસ છોડતાં છોડતાં પગને ઊંચા કરો. હાથનો કોણી સુધીનો ભાગ જમીનને અડવો જોઈએ. પછી બંને હાથથી બંને બાજુની કમરને પકડો અને પગને ધીરે ધીરે એવી રીતે વાળો કે તમારા ઘૂંટણ તમારા માથાને અડકી જાય.આ જ સ્થિતિમાં પાંચ વાર શ્વાસ લો અને છોડો. પછી શ્વાસ લેતા લેતા સામાન્ય પરિસ્થિતિમાં આવી જાવ.
બદ્ધ પદ્માસન
પદ્માસનમાં બેસીને બંને હાથની પાછળ અદબ વાળી લો. પછી શ્વાસ છોડતાં છોડતાં ધીરે ધીરે માથાને આગળ નમાવો અને જમીનને સમાંતર માથું લઈ જાઓ. આવી રીતે પાંચથી સાત વાર શ્વાસ લો અને શ્વાસ છોડો. પછી સામાન્ય સ્થિતિમાં આવી જાવ.
અન્ય આસનો કર્યા બાદ છેલ્લે શવાસન કરવાથી શરીરને આરામ મળે છે. સીધા સૂઈ જઈને શરીરનાં બધાં અંગોને એકદમ ઢીલાં છોડી દો. બધાં જ ટેન્શન, તાણને દૂર કરીને તમારું ધ્યાન બે ભ્રમરની વચ્ચે સ્થિર કરો. શ્વાસ લેવાની ક્રિયા એકદમ ધીરે ધીરે તથા હળવાશથી કરો. યોગ્ય પદ્ધતિથી કરેલું શવાસન શરીર તથા મગજને સંપૂર્ણ વિશ્રામ આપે છે. શવાસન કરવાથી શરીરને પૂરતો આરામ મળે છે.આપણે જે આસનો કરીએ છીએ તેનો લાભ શરીરને મળે અને આપણું શરીર ફરીથી તેના સામાન્ય મેટાબોલિક રેટ(ચયાપચય દર)માં આવી શકે.
આ રીતે નિયમિત યોગાસન કરવાથી તમે ધીરે ધીરે વજનમાં નોંધપાત્ર ઘટાડો કરી શકશો.તમે પોતે અનુભવી શકશો કે તમે એકદમ ફીટ અને તંદુરસ્ત રહો છો.કોઈ પણ યોગાસન ખાસ કરીને શીર્ષાસન જેવું આસન યોગનિષ્ણાતના માર્ગદર્શન હેઠળ કરવા જેથી કોઈ તકલીફ ન પડે.યોગાસન કરવા માટે સવારનો સમય ઉત્તમ છે. સવારે કરેલી યોગક્રિયા કે આસનોની અસર આખા દિવસની ચુસ્તી ર્સ્ફૂિતમાં વરતાય છે.