યાજ્ઞીક રોડ પર આવેલ શી વર્લ્ડ સ્ટોર કે જયાં લેડીઝને લગતી નાનામાં નાની વસ્તુથી લઇને મોટી વસ્તુઓ જેવી કે કોસ્મેટીકસ, પર્સીસ, વેનીટી બેગ્ઝ, અન્ડરગાર્મેન્ટસ, હોઝીયરી વગેરે ચીજવસ્તુઓ એક છત નીચે ઉપલબ્ધ બને છે.
ત્યારે લેકમે ના પ્રોફેશનલ દ્વારા ચાર દિવસ માટે ફ્રી મેકઅપનો સેમીનારનું શી વર્લ્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત શી વર્લ્ડમાં આવનાર તમામ માનુનીઓને લેકમેનો મેકઅપ ફ્રી કરી આપવામાં આવશે.
વિશેષ માહીતી શી વર્લ્ડના જેમિલભાઇએ આપતા જણાવ્યું હતું કે અમારે ત્યારે વિવિધ કંપનીઓ જેવી કે લોરિયલ, ગાનિયર, વેલા, મેટ્રીકસ, લેકમે, હિમાલિયા, લોટર, મેબીલીન વગેરેની બધી જ પ્રોડકટ ઉપલબ્ધ છે. આ ઉપરાંત ડિઝાઇનર પર્સિસ, વેનીટી બેગ્સ, અન્ડર ગાર્મેન્ટસ પણ મળી રહે છે.
આ ઉપરાંત સેમીનાર વિશે તેમણે વધુમાં જણાવ્યું હતું કે ચાર દિવસ માટે લોકોના પ્રોફેશનલ દ્વારા શી વર્લ્ડ સ્ટોરની મુલાકાત લેનાર દરેક લેડીઝને ફ્રીમાં લેકમેનો મેકઅપ કરી આપવામાં આવશે જેનો સર્વે લોકો લાભ લે તેવી અપીલ કરી હતી.