ઓખા નગરપાલિકા ઉપપ્રમુખની ખાલી પડેલી જગ્યાની ચૂંટણી પ્રાંત અધિકારી જાડેજાના અધ્યક્ષ સને યોજવામાં આવી હતી. આ પ્રસંગે ચીફ ઓફીસર સી.બી.ડોડીયા તા સીનીયર કલાર્ક રમેશભાઈ સામાણી ખાસ હાજર રહેલ. આ ચૂંટણીમાં ભાજપ તરફી માલાભા પુનાભા માણેકે થતા કોંગ્રેસ તરફી કિશોર પોપટલાલ અગ્રાવતે ફોર્મ ભર્યા હતા. જેમાં ઓખા નગરપાલિકાના ૩૬ સભ્યોમાંથી ૨૮ સભ્યો હાજર રહેલ. ૧૯ ભાજપના, ૯ કોંગ્રેસના મતો પડયા હતા. આમ ૧૦ મતોથી ઓખાના પૂર્વ પ્રમુખ સ્વ.પનુભા માણેકના પુત્ર માલાભા માણેકનો વિજય યો હતો.
આ પ્રસંગે ઓખા પાલિકા પ્રમુખ વંદનાબેન વિઠલાણી સાથે તમામ ભાજપના સદસ્યોએ ચૂંટાયેલા ઉપપ્રમુખને ઉપરણા ઓઠાડી શુભેચ્છા પાઠવી હતી અને આ પ્રસંગે ચૂંટાયેલા ઉપપ્રમુખ તમામ સભ્યોનો આભાર માન્યો હતો અને પોતાના પિતાનું ઓખા હાઈસ્કુલ બનાવવાનું અધુરૂ રહેલ સ્વપ્ન તુરંતમાં પૂર્ણ કરવાનો સંકલ્પ કર્યો હતો અને ઓખા નગરપાલિકાના અધુરા રહેલા કામોને પ્રમુખ સાથે મળીને તુરંતમાં પૂર્ણ કરવાનો પ્રજાને કોલ આપ્યો હતો અને આજી જ પોતાનો હોદ્દો સંભાળી પોતાના કાર્યનો શુભઆરંભ પણ કરી દીધો હતો.