સ્વચ્છતાનું ચીરહરણ કરતા લેભાગુ તત્વો સામે કડક પગલા લેવા લોક માંગ ઉઠી
ગુજરાત સરકાર ના રાજ્યકક્ષાના આરોગ્યપ્રધાન કાનાણીએ રાજકોટમાં પાણીના પાઉચ પર પ્રતિબંધ લાગુ થયો છે, હવે તેને રાજ્યભરમાં અમલ કરવા અંગે સુચના જારી કરાશે. લોકો પાણીના પાઉચ પીને ગમે ત્યાં રસ્તામાં ફેંકી દે છે, જેનાથી પર્યાવરણને નુકશાન થાય છે. ગાય પણ આવા પાણીના પ્લાસ્ટિકના પાઉચ ખાઈ જાય છે. તેમજ પ્લાસ્ટિકના પાઉચ ડ્રેનેજ લાઈનમાં જાય છે, અને પાણીના નિકાલની સમસ્યા સર્જાય છે.
લાઈસન્સ વગરની કંપનીઓ પાણીના પાઉચ બનાવીને વેચી રહી છે. આવી કંપનીઓ હલકા પ્રકારના પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે, જે માનવીના આરોગ્યને નુકશાનકારક છે. ૫ જુન વિશ્વ પર્યાવરણ દિન આ પ્રતીબંધ ને ગુજરાત ની જનતાએ વધાવી લીધો હતો આથી વિપરીત પરિસ્થિતિ હાલ ધોરાજી શહેર ની જોવા મળી રહી છે હાલ ધોરાજી શહેર મા બેફામપણે હલકીકક્ષા નુ પ્લાસ્ટિક મા પાણી ના પાઉચ ચાની પ્યાલી ઝબલા સહીત ની વસ્તુઓ મા પ્લાસ્ટિક વેચાય ને ધોરાજી ની નિર્દોષ પ્રજા પધરાવી ને આરોગ્ય સાથે ગંભીર ચેડા કરી રહ્યા છે.
ધોરાજી શહેર ના મુક પ્રક્ષક ની ભુમિકા ભજવી રહેલુ સ્થાનિક તંત્ર ક્યારે કુંભકર્ણ ની નિદ્રા માથી જાગી ને કામે લાગશે તેવી ચર્ચા એ જોર પકડયું છે હાલ ફળો ની રાણી કેરી ધોરાજી ની બજારમાં પોતાનું આગવું સ્થાન લઈ નેબેઠી છે અમુક લેભાગુ તત્વો રાતોરાત અમીર બનવાના સપનાં સેવી ને કાર્બેટ તથા કેમીકલ થી કેરી પકવી ને ધોરાજી ની ભોળી અને નિર્દોષ પ્રજા ના પેટ મા આ ઝેર પધરાવી ને આરોગ્ય વિભાગ ને ખુલ્લી ચેલેન્જ આપતા હોય તેવો ઘાટ હાલ ધોરાજી શહેર મા જોવા મળે છે ધોરાજી શહેર નુ નમાલુ સ્થાનિક તંત્ર ની આ ઉદાસી કોઈ નિર્દોષ લોકોનો ભોગ લે તે પહેલાં સ્વચ્છતા નુ ચીરહરણ કર્તા લેભાગુ તત્વો સામે કડક પગલાં લેવા જોઈએ તેવી લાગણી સભર માગણી. લોકો મા થઈ રહી છે.