મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કાર્યાલયમાં ધરણા કર્યા તો એલજી અનિલ બૈજલે ઘરેથી કામ કરવાનું શરૂ કર્યું !!
રાજધાની દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સીએમ કાર્યાલયમાં ધરણા કર્યા છે તો એલજીએ (લેફટનન્ટ ગવર્નર) ઘરેથી કામ કરવાનું શરૂ કર્યું છે. એલજીએ ગવર્નર રાજ ઘરેથી શરૂ કર્યું છે.
જણાવી દઈએ કે, છેલ્લા ચાર દિવસથી સીએમ અરવિંદ કેજરીવાલ, ડેપ્યુટી સીએમ મનીષ સિસોદીયા, મંત્રી ગોપાલરાય અને સત્યેન્દ્ર જેન કાર્યાલયમાં ધરણા પર બેઠા છે અને દિલ્હીમાં આઈએએસ અધિકારીઓની હડતાલને લઈ મોદી સરકારને રજુઆત કરી છે. જયારે એલજી અનિલ બૈજલ છેલ્લા ત્રણ દિવસથી ઘરેથી કામ કરી રહ્યા છે અને તેઓ તેમના નિવાસ સ્થાને અધિકારીઓની સાથે બેઠક કરી રહ્યા છે.
સુત્રોના જણાવ્યા અનુસાર લેફટનન્ટ ગવર્નર અનિલ બૈજલને દિલહી પોલીસ, દિલ્હી વિકાસ પ્રાધિકરણ અને તેમના વિભાગોથી સંબંધિત ફાઈલો મળી છે અને તેના માધ્યમથી કામ કરી રહ્યા છે પરંતુ દિલ્હી સરકારની ફાઈલો નથી મળી. કારણકે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમના સહયોગી મંત્રીઓ સાથે છેલ્લા ચાર દિવસથી ધરણા પર બેઠા છે.
દિલ્હી સરકારે કહ્યું કે, રાજધાનીમાં પ્રદુષણની સમસ્યા એક મોટો પ્રશ્ર્ન છે. અગાઉ દર ૧૫ દિવસે પ્રદુષણની સમીક્ષા અને પ્લાનિંગ બેઠક થતી હતી પરંતુ આઈએએસ અધિકારીઓની હડતાલને કારણે છેલ્લા ૩ મહિનાથી મીટીંગ મળી નથી. આવી હડતાલ ખત્મ કરવી જરૂરી છે તો બીજી તરફ ગઈકાલે એલજીના નિવાસ સ્થાને પ્રદુષણને લઈ આપાતકાલીન બેઠક મળી હતી. તેને જાણવા મળ્યું છે. એલજી અનિલ બૈજલે કહ્યું છે કે જયાં સુધી સીએમ કેજરીવાલ તેમના કાર્યાલયથી ધરણા ખત્મ નહીં કરે ત્યાં સુધી તેઓ ઘરેથી જ કામ સંભાળશે.