ધ્રાગધ્રા શહેરમા ચાલતા જુગાર તથા દારુના અડ્ડાઓ પર નિયંત્રણ લાદવા સ્થાનિક પોલીસ ખુબ જ મહેનત કરી રહી છે ત્યારે કડક પીઆઇ એન.કે. વ્યાસના માગઁદશઁન હેઠળ તમામ પોલીસકમીઁઓ પણ શહેરના દરેક ખુણે પોતાના બાતમીદાર થકી ચાપતી નજર રાખવા છતા પણ હજુ કેટલા સ્થળોએ ચાલતા દારુના વેપાર અને જુગારધામ પોલીસ પક્કડ થી દુર રહી જાય છે.
તેવા મા ધ્રાગધ્રા શહેરમા નાના-મોટા જુગારીઓ શેરી ગલીઓમા જુગાર રમી રુપિયા ની હારજીત કરતા નજરે પડેછે ત્યારે ગઇ કાલે ધ્રાગધ્રા સીટી પોલીસના પીએસઆઇ ગામીત, ડી-સ્ટાફના કોન્સ્ટેબલ યુવરાજસિંહ, દશરથરબારી, વિજયભાઇ, નરેશભાઇસહિતનાઓ પેટ્રોલીંગમા હતા તે સમયે શહેરના ચકલાપરા વિસ્તારમા જાહેરમા જુગાર રમતા હોવાની બાતમી મળતા તુરંત તે સ્થળે જઇ દરોડો કરતા જુગારીઓ મા નાશ ભાગ મચી જવા પામી હતી.
જેમા કેટલાક જુગારીઓ નાશી છુટવામા સફળ થતા અંતે ત્રણ જુગારીઓ પોલીસના હાથે ચડી ગયા હતા જેમા દિલાવરઠૈબા, ભુપત કેશુભાઇ જાદવ તથા વારીશ નુરમહંમદ ઠૈબા પાસે થી રોકડ 2750 તથા બે મોબાઇલ કિમતરુપિયા 1000 એમ કુલ મળી 3750નો મુદ્દામાલ કબ્જે કરી તમામ ત્રણેય જુગારી વિરુધ્ધ જુગાર ધારા કલમ ઉમેરી ફરીયાદ હાથ ધરી હતી