સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દલા તરવાડીવાળી
રાજકોટ શહેર કોંગ્રેસ અનુસુચિત જાતિ વિભાગનું કાર્યકારી કુલપતિને આવેદન
સૌરાષ્ટ્ર યુનિવસિટીમાં કાયમી કર્મચારીઓ નિવૃત થતા ખાલી જગ્યાઓ ઉ૫ર કાયમી કર્મચારીઓ નિમવામાં આવતા નથી રાજય સરકારે મંજુર કરેલા મહેકમથી પણ વધુ કર્મચારીઓને ફિકસ પગારથી કોન્ટ્રાકટ પઘ્ધતિથી નિમણુંક આપવામાં આવે છે. રાજય સરકારના કાયદા મુજબ કોઇપણ ફીકસ પગાર પઘ્ધતિથી કર્મચારી રાખવામાં આવે તો તે કર્મચારીને જાહેરાત આપી કોઇપણ પ્રકારની પસંદગીની પ્રક્રિયામાંથી પસાર કરવા જોઇએ. આ ઉપરાંત જે બેઠકો ભરવાની હોય તે બેઠકોમાં રાજય સરકારના અનામત ધોરણો લાગુ પાડવા જોઇએ.
એટલે કે ૧૦૦ કારકુનોને અન્ય કર્મચરીઓને લેવામાં આવે તો તેમાં સરકારના નિયમોનુસાર ૭ ટકા, ૧પ ટકા, ર૭ ટકા બેઠકો અનુક્રમે અનુસુચિતી જાતિ. અનુસુચીત જનજાતી અને બક્ષીપંચ સમાજ માટે અનામત કરી શકાય. હાલમાં યુનિ.માં લગભગ ૪૦૦ જેટલા કર્મચારી ફિકક પગાર- કોન્ટ્રાકટ પઘ્ધતિથી કાર્યરત છે. જેમાં અનુસુચિત જાતિ અનુ. જનજાતિ અને બક્ષીપંચ એમ કોઇ ઉમેદવારોને તક આપવામાં આવી નથી. દેખીતી રીતે જ રાજય સરકારના તમામ નિયમોનું ઉલ્લંધન કરવામાં આવ્યું છે. અને કુલપતિએ અને સતામંડળના સભ્યોએ પોતાના મળત્યાઓને ખોટી રીતે લાભ અપાવ્યો છે. આમ સમાજના જરુરીયાતવાળા લોકોને પોતાના અધિકાર મુજબની તક આપવામાં આવી નથી. તેમ રાજકોટ શહેર કોંગ્રેસ અનુસુચિત જાતિ વિભાગ દ્વારા આક્ષેપ લગાવ્યો છે.
યુનિવસિટીના કર્મચારીઓને કોઇ કંપની મારફતે લેવામાં આવ્યા હોય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ વ્યવસ્થા પણ રાજય સરકારના કાયદાઓનો ભંગ છે. પાછળના દરવાજેથી ભરતી કરી પોતાના અનુકુળ મળત્યાઓને સાચવવા માટેની ઉભી કરેલી વ્યવસ્થાછે. સૌરાષ્ટ્ર યુનિ. માં ઘણા વિષયમાં કરાર આધારીત વ્યાખ્યાતાઓ છે તેમને દર વર્ષે રીન્યુ કરી નાખે છે. અને તેમાં કયાંક એસ.સી. ઓબીસીનો સમાવેશ થતો નથી. આ વષે જુના રીન્યુ કેન્સલ કરી ફરી જાહેરાત આપીને કરાર આધારીત અઘ્યાપકોની ભરતી કરવામાં માગ કરાઇ છે.