છાત્રોએ ૧રપ બોટલ રકતદાન કર્યુધનસુખભાઇ ભંડેરી સહિતના મહાનુભાવો ઉ૫સ્થિત રહ્યા
દેશભરમાં અગત્યના દિવસો અને તહેવારોની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજે વિશ્ર્વ રકતદાન દિવસ અંતર્ગત ઇન્ડીયન મેડીકલ એસોસિએશન અને પીડીયુ સરકારી મેડીકલ કોલેજ વિઘાર્થી એસોસિએશન દ્વારા રકતદાન શિબીર યોજાઇ હતી.
રકતદાન દિવસ ડે નીમીતે પીડીયુ સરકારી મેડીકલ કોેલેજ અને ઇન્ડીયન મેડીકલ એસોસીએશનના સંયુકત ઉપક્રમે રકતદાન શીબીરનો કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત રાજય મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરીના અઘ્યક્ષ સ્થાને દીપ પ્રાગટય કરી અને રકતદાન દિવસની ઉજવણી અંતર્ગત કેક કાપવામાં આવી હતી. રકતદાન શિબિરમાં પીડીયુ સરકારી મેડીકલ કોલેજના વિઘાર્થીઓએ ૧રપ બોટલ રકતદાન કર્યુ હતું.
આ પ્રસંગે રાજકોટ શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઇ જોષી રોગી કલ્યાણ સમીતી સીવીલ હોસ્પિટલ કાઉન્સેલર જયંતભાઇ ઠાકર, મેડીકલ કોલેજના ડીન ડો. યોેગેશભાઇ ગોસ્વામી, પી.ડી.યુ. સીવીલ હોસ્પિટલના અધિક્ષક ડો. મનીષભાઇ મહેતા, ડો. ગૌરીબેન ધ્રુવ, ડો. મધુલિકાબેન મિસ્ત્રી, સીવીલ હોસ્પિટલ આરએમઓ ડો. રોય સાહેબ, રાજકોટ મેકીકલ કોલેજના લાયબે્રરીયન ડો. રાજેશભાઇ ત્રિવેદી સહીત અસંખ્ય વિઘાર્થીઓ આ રકતદાન શીબીરમાં જોડાયા હતા.
અબતક સાથેની વાતચીતમાં ગુજરાત મ્યુનિ. ક્રાઇમ્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરીએ જણાવ્યું હતું કે ૧૪મી જુનના દિવસે વિશ્ર્વ રકતદાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેના અંતર્ગત પંડીત દિનદયાળ ઉપાઘ્યાય મેડીકલ કોલેજના છાત્રોએ રકતદાન શિબીરનું આયોજન કરી ઉત્સાહથી રકતદાન કર્યુ હતું.
વિશ્ર્વ રકતદાતા દિવસ નીમીતે સૌ રકતદાન કરે મોટામાં મોટું દાન રકતદાન છે. ધનદાન કરતાં પણ મોટું કામ સમાજ તેમજ ગરીબો નું જીવન બચાવવાનું છે રકતને યોગ્ય રીતે સાચવી અને રકતદાન કરીને બીજાનું જીવન બચાવવું જોઇએ વિશ્ર્વ રકતદાતા દિવસની શુભેચ્છા પાઠવી હતી.