વ્યસન મુકિત અભિયાનને વ્યાપક પ્રતિસાદ
જુવેનાઇલ ડાયાબીટીસ ફાઉન્ડેશનને ૧૪ વર્ષ પુર્ણ થતાં અને ૧પમાં વર્ષમાં મંગલ પ્રસંગે અશોક ગોંધીયા મેમોરીયલ ટ્રસ્ટ તથા ધર્મજીવનદાસજી હોસ્પિટલ ના ઉ૫ક્રમે મેગા ચેકઅપ કેમ્પ યોજાયો હતો. જેમાં રાજકોટ શહેર તથા સમગ્ર સૌરાષ્ટ્ર તથા કચ્છમાંથી બહોળી સંખ્યામાં બાળ દર્દીઓ તથા તેમના માતા-પિતાએ ભાગ લીધો હતો.
બે દિવસ સુધી ચાલેલા આ મેગા ચેક અપ કેમ્પમાં સૌરાષ્ટ્રના નામાંકિત ડાયાબીટોલોજીસ્ટ નીલેશ દેત્રોજા તથા પંકજ પટેલ તેમજ તેમની સમગ્ર ટીમ સાથે નિ:સ્વાર્થ સેવા આપી હતી. જેમાનં ડાયાબીટીસ એજયુકેટર તથા ડાયેટીશીયન સહીતન સ્ટાફ સામેલ હતા.
જેમાં પ્રત્યેક બાળકોને પર્સનલી તેની જરુરીયાત મુજબ દિવસમાં ૩ થી પ વખત ઇન્સ્યુલીનનું ઇન્જેકશન તથા દિવસમાં ૩ વખત લોહીમાં સુગરનું પ્રમાણ ચેક કરવા અંગે ફરીથી માહીતગાર કર્યા તેમજ ડાયેટીશીયન દ્વારા લોહીમાં સુગરનું યોગ્ય પ્રમાણ જળવાઇ રહે તે માટે ખોરાક અંગે મહત્વપૂર્ણ સલાહ સુચન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં શાસ્ત્રી હરીપ્રીયદાસજી સ્વામી, સુધીર શાહ, (દીકરાનું ઘર ઢોલરા) ના પ્રમુખ મુકેશભાઇ દોશી, ચંદુભાઇ શાહ, બોલબાલા ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઇ ઉપાઘ્યાય તથા સીનીયર પેથોલોજીસ્ટ જે.પી.ભટ્ટ ખાસ ઉ૫સ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરુઆતમાં શાસ્ત્રી હરીપ્રીયદાસજી સ્વામીના હસ્તે દીપ પ્રાગટયથી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. સ્વામી હરીપ્રીયદાસજી સ્વામીએ પ્રસંગોચીત ઉદબોધન દ્વારા બાળકોને આશિર્વાદ પાઠવ્યા હતા.
કાર્યક્રમના અંતે ડાયાબીટીક બાળકો અતિ ઉપયોગી ગ્લુકોમીટરની સ્ટ્રીપ, સીરીંન્જ, તથા પેન નીડલ અંદાજીત રૂ. ૨૫૦૦/- ના મુલ્ઠની કીટ ગીફટ સ્વરુપે આપવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ટીમ જેડીએફ એ જહેમત ઉઠાવી હતી.