રાજકોટ જીલ્લા પોલીસ વડા ઇન્ચાર્જ બલરામ મીણાએ દારુ જુગારની બદી ડામવા આપેલી સુચનાને પગલે ધોરાજી અને જસદણના ભડલી ગામે સ્થાનિક પોલીસે દરોડો પાડી ૧ર શખ્સોની ધરપકડ કરી જુગારના પટમાંથી રોકડ રકમ રૂ. ૧૧ હજાર કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહીતી મુજબ ધોરાજીના વોકળા કાંઠા નજુક અહેમડીય સ્કુલ પાસે જાહેરમાં જુગાર રમાઇ રહ્યાની ધોરાજી પોલીસ મથકના કોન્સ્ટેબલ અનિરુઘ્ધસિંહ ઝાલાને બાતમી મળતા સ્ટાફે સાથે દરોડો પાડી જુગાર રમતા જાકીર ઉર્ફે જોન્તી દિપક ગરાણા, સલીમ વલી લાખાણી, હરીશ ભટ્ટી અને રીઝવાન નામના શખ્સોને ઝડપી લઇ જુગારના પટમાંથી રૂ. ૬૫૦૦ ની રોકડ કબ્જે કરી છે જયારે બીજો દરોડો જસદણ તાલુકાના ભડલી ગામના સીમમાં જાહેરમાં જુગટુ રમતા ઉમેશ ઉર્ફે તેજો ભીખા ઝાપડીયા, પ્રવિણ દાના જાદવ, ધુધા કુબેર મકવાણા, અતુટ દુદાભાઇ જાદવ, પ્રવિણ રુપા જાદવ દિનેશ શંભુ રાઠોડ, હસમુખ માવજી રાઠોડ અને નરશી દુદા રાઠોડ નામના પત્તાપ્રેમી શખ્સોની જસદણ પોલીસે ધરપકડ કરી જુગાર પટમાંથી રૂ ૬૫૦૦/- ની રોકડ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.