ગુજરાત ક્રિકેટ અને ખાસ કરીને સૌરાષ્ટ્ર ક્રિકેટ જગત માટે દુખના સમાચાર આવી રહ્યા છે. સૌરાષ્ટ્ર રણજી ટીમના ભુતપુર્વ ક્રિકેટર મુળુભા જાડેજાના આજે રાજકોટ શહેર ખાતે અકાણે અવશાન પામ્યા છે.મુળુભાના અકાળે અવસાનથી ભારતીય ક્રિકેટ જગત શોકની લાગણી અનુભવી રહી છે.
સ્વ. મુળુભા જાડેજાએ સૌરાષ્ટ્ર, નવા નગર અને ભારતીય રેલ્વે તરફથી વર્ષ ૧૯૪૫ થી ૧૯૬૪ દરમ્યાન ક્રિકેટ રમ્યા હતા. તેમણે ક્રિકેટ કારકિર્દી દરમ્યાન કુલ ૩૧ ફસ્ટ ક્લાસ મેચ રમી હતી. આ ૩૧ મેચમાં તેમણે ૨૬.૯૨ની એવરેજથી ૧૩૭૩ રન કર્યા હતા. જેમાં ૭ અડધી સદી અને ૨ સદી નોંધાવી છે.તો તેમણે બોલીંગમાં પણ હાથ અજમાવ્યો હતો અને તેમાં તેમણે ૧ વિકેટ ઝડપી હતી.
મહત્વની વાત એ છે કે મુળુભા જાડેજાના પુત્ર બિમલસિંહ જાડેજા પણ સૌરાષ્ટ્ર રણજી ટીમ તરફથી ક્રિકેટ રમી ચુક્યા છે. મુળુભા જાડેજાએ કોચ તરીકે પણ નોંધનીય કાર્ય કર્યું હતું. તેમના અચાનક વિદાય બદલ ક્રિકેટ જગત શોકની લાગળી અનુભવી રહ્યા છે અને તેમની આત્માને શાંતી આપે તેવી પ્રાર્થના કરી રહ્યા છે.