ઓથોર્પેડીક, જનરલ, બાળરોગ, સ્ત્રીરોગ તેમજ ડાયેટેશીયનને લગતી બિમારીઓ અંગે નિષ્ણાંત તબીબો આપશે સેવા: વોર્ડ નં.૩ના કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલા, ક્રાઇસ હોસ્૫િટલ તથા મેલડી માતાજી એજયુકેશન ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે આયોજન
રવિવારે સવારે ૯ થી બપોરો ૧ વાગ્યા સુધી આજી નદીના કાંઠે ભગવતીપરા વિસ્તારની શાળા નં.૪૩ ભગવતી પ્રાથમીક શાળામાં રાજકોટ મહાનગરપાલીકાના પૂર્વ વિપક્ષી નેતા અને વોર્ડ નં.૩ ના કોર્પોરેટર ગાયત્રીબા અશોકસિંહ વાઘેલાના પારિવારીક ટ્રસ્ટ દ્વારા અને રાજકોટની નામાંકિત ક્રાઇસ્ટ હોસ્પિટલના સહયોગથી ફી સર્વરોગ નિદાન કેમ્પનું શહેરીજનોના લાભાર્થે વિનામૂલ્યે નિષ્ણાંત ડોકટરો દ્વારા દર્દીઓનું નિદાન કરવામાં આવશે. આ મેડીકલ કેમ્પમાં હાડકાના, જનરલ ફિઝીશ્યલ, બાળરોગ, જનરલ સર્જન, સ્ત્રીરોગ, આંખના દાંતના અને ડાયેટીશ્યનના દર્દોનું નિદાન કરવામાં આવશે.
જેમાં વિસ્તારના સ્થાનીક લોકો દ્વારા વધુમાં વધુ આ સેવા કેમ્પનો લાભ લે તેવી અપીલ કરવામાં આવેલ છે. કેમ્પને ૬૮ના ધારાસભ્ય દ્વારા દીપ પ્રાગટય કરી ખુલ્લો મકાશે. કેમ્પની વિશેષ માહીતી આપવા ગાયત્રીબા વાઘેલા, વિસ્તારના કોર્પોરેટર રેખાબેન ગજેરા, સીમીબેન જાદવ, પ્રભાતભાઇ ડાંગર, ભરતભાઇ પ્રજાપતિ પ્રવિણ મકવાણા, ગુણુભાઇ પ્રજાપતિ, શામભાઇ કનાભાઇ માલધારી, મહાવીરસિંહ ચુડાસમા, યોગરાજસિંહ જાડેજા, ગોવિંદભાઇ આહીર, દિનેશભાઇ સોની વિ. દ્વારા તેમજ રાજકોટ શહેર કોંગ્રેસના આગેવાન અશોકસિંહ વાઘેલા, ઠાકરશીભાઇ ગજેરા, કલ્પેશભાઇ પીપળીયા, હસુભાઇ ગોસ્વામી, અનીલભાઇ જાદવ, પરેશભાઇ પરમાર, નરેન્દ્રસિંહ જાડેજા, પ્રવિણભાઇ પરમાર હરેશભાઇ આહીર મહીલા આગેવાન રીટાબેન વડેરા સહીતના અબતક મિડિયા હાઉસની શુભેચ્છા મુલાકાત લીધી હતી.