બીજ નિગમના ચેરમેનશ્રી રાજશીભાઈ જોટવા સહિત અધિકારીઓ-પદાધિકારીઓ શાળામાં બાળકોને પ્રવેશ અપાવશે.
રાજ્યભરની પ્રા.શાળાઓમાં તા. ૧૪ અને ૧૫ જૂન ના રોજ શાળા પ્રવેશોત્સવ-૧૮ કાર્યક્રમનો પ્રારંભ થનાર છે. શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના માધ્યમથી બાળકોને શાળામાં પ્રવેશ અપાવી શિક્ષણકાર્યની શુભ શરૂઆત કરવામાં આવનાર છે. જેના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લાની ૫૫૩ પ્રા.શાળાઓમાં પણ તા. ૧૪ અને ૧૫ જૂન ના રોજ રાજ્ય બીજ નિગમના ચેરમેનશ્રી રાજશીભાઈ જોટવા, કલેકટરશ્રી અને અધિકારીશ્રીઓ-પદાધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં ૫૯૯૬ કુમાર અને ૬૨૧૪ કન્યા એમ કુલ ૧૨૧૮૫ બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવશે.
વેરાવળ તાલુકામા-૧૫, સુત્રાપાડા તાલુકામા-૧૧, કોડીનાર તાલુકામા-૧૫, તાલાળા તાલુકામાં-૧૧, ઉના તાલુકામાં-૨૦, ગીરગઢડા તાલુકામાં-૧૪ સહિત ગ્રામ્ય વિસ્તારમાં-૭૪ અને શહેરી વિસ્તારમાં-૧૧ મળી એમ કુલ ગીર સોમનાથ જિલ્લાના ૮૪ રૂટમાં આ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં આવરી લેવામા આવેલ છે. શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ધો-૧ માં ૧૨૧૮૫ જેટલા બાળકોને પાઠ્યપુસ્તક અને શૈક્ષણીક કિટ આપી ઉમંગભેર શાળામાં પ્રવેશ આપવામાં આવશે
શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ગીર સોમનાથ જિલ્લાની મોટાભાગની પ્રા.શાળાઓમાં રાજ્યકક્ષાના-૨૧ અને જિલ્લાકક્ષાના-૫૪ અધિકારીઓ દ્રારા બાળકોને ધોરણ-૧ માં પ્રવેશ આપવામાં આવશે. ગીર સોમનાથ જિલ્લા પ્રા.શિક્ષણાધિકારીશ્રી દાફડા પણ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ખાસ સહભાગી થવાની સાથે બાળકોને પ્રવેશ અપાવશે. આ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગીર સોમનાથ જિલ્લા શિક્ષણ વિભાગની ટીમે જહેમત ઉઠાવી છે. ઉપરાંત ૧૧૫ માધ્યમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં ૮ પૂર્ણ કરાનાર તમામ બાળકોને ધો. ૯ માં પ્રવેશ અપાશે.