સ્વર્ણીમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, નાણાપંચ, ઓકટ્રોય, મનોરંજન, વ્યવસાય વેરા, બુનીયાદી મુડી, શિક્ષણ ઉપકર, શ્રી નીધિ યોજના સહિતના બેઝીક ઘટક હેઠળ ગ્રાન્ટ ફાળવાઈ
ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીએ જણાવ્યું છે કે ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીની નેતૃત્વવાળી ભાજપા સરકાર દ્વારા ગુજરાતનો ચોતરફથી વિકાસ થઈ રહ્યો છે ત્યારે રાજયની ૧૬૨ નગરપાલિકા તથા ૮ મહાનગરપાલિકામાં વસવાટ કરતા લોકોને પ્રાથમિક સુવિધાઓથી લઈ માળખાકિય અને આંતર માળખાકિય સુવિધાઓ પ્રાપ્ત થાય તેવા આશયથી છેલ્લા ત્રણ માસમાં એટલે કે તા.૧/૧/૧૭ થી લઈ ૩૧/૩/૧૭ સુધીમાં ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડ દ્વારા ‚ા.૨૨૬૫.૫૦ કરોડની ગ્રાન્ટની મંજુરી અને ફાળવણી કરવામાં આવેલ છે. જેમાં ખાસ કરી સ્વર્ણીમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ આઠ મહાનગરપાલિકાઓના વિકાસ કામો માટે ૩૨૫.૭૫ કરોડ તથા આઠ સતામંડળોને ૧૨.૮૫ કરોડની રકમ ચુકવવા માટે જી.યુ.ડી.સી.ના હવાલે મુકવામાં આવી છે. રાજયની અમદાવાદ મહાનગરપાલિકાને ‚ા.૨૦ કરોડ અને સાત નગરપાલિકાઓને ‚ા.૧૩.૩૪ કરોડ સ્વર્ણીમ જયંતી મુખ્યમંત્રી યોજના અંતર્ગત ખાનગી સોસાયટીને જન ભાગીદારીના વિવિધ વિકાસ કામો માટે ચુકવણી કરવામાં આવેલ છે. તેમજ રાજયની આઠ નગરપાલિકાઓને આગવી ઓળખના કામ માટે ૧૧.૨૯ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે અને ભાવનગર તથા વડોદરા મહાનગરપાલિકાઓના સ્પેશ્યલ પ્રોજેકટ માટે ‚ા.૯૯.૭૦ કરોડની રકમ ચુકવવામાં આવેલ છે. ૧૪માં નાણાપંચની યોજના અંતર્ગત બેઝીક ઘટક હેઠળ મહાનગરપાલિકાઓને ૧૩૩.૦૫ કરોડની ગ્રાન્ટ અને નગરપાલિકાઓને ૨૯૨.૦૭ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે. આ ઉપરાંત રાજયની નગરપાલિકાઓને પરફોર્મ્સ અને બેઝીક ગ્રાન્ટ પેટે ૬૭૬.૪૧ કરોડ ફાળવવામાં આવેલ છે. ઓકટ્રોય વળતર યોજના અંતર્ગત રાજયની મહાનગરપાલિકાઓને ૫૩૧.૩૦ કરોડ અને નગરપાલિકાઓને ૬૩.૩૧ કરોડ ફાળવવામાં આવેલ છે. મનોરંજન કર યોજના અંતર્ગત નગરપાલિકાઓને ૩૨.૬૬ કરોડ તથા નગરપાલિકાઓને ૮૧.૩૬ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે. વ્યવસાય વેરા ગ્રાન્ટ અંતર્ગત રાજયની મહાનગરપાલિકાઓને ૪૨.૫૧ કરોડ તથા નગરપાલિકાઓને ૫૨.૬૬ કરોડ ફાળવવામાં આવેલ છે. તેમજ બુનીયાદી મુડી પગાર ભથ્થા ગ્રાન્ટ પેટે નગરપાલિકાઓને ૫૪.૨૬ કરોડ તથા શિક્ષણ ઉપકર ગ્રાન્ટ યોજના અંતર્ગત મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને ૨૫.૭૦ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે. તેમજ નગરવિકાસ શ્રી નિધિ લોન યોજના અંતર્ગત નગરપાલિકાઓને ૭૬ લાખ મંજુર કરવામાં આવેલ છે. તેમજ અન્ય યોજનાઓ હેઠળ મહાનગરપાલિકા તથા નગરપાલિકાઓને ૨૨૧.૯૭ કરોડની ગ્રાન્ટ ચુકવવામાં આવેલ છે.
આમ ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડ દ્વારા છેલ્લા ત્રણ માસમાં ૨૨૬૫.૫૦ કરોડની ગ્રાન્ટ નગરપાલિકા તથા મહાનગરપાલિકાઓના વિકાસ માટે ફાળવવામા આવેલ છે.
અંતમાં ધનસુખ ભંડેરીએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી હંમેશા છેવાડાના માનવી સુધી પ્રાથમિક સુવિધાઓ મળે અને અંત્યોદયની ભાવના સાકાર થાય તે માટે કેન્દ્ર સરકાર અને રાજય સરકાર દ્વારા અનેકવિધ લોકકલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે.