રાજકોટ શેરમાં શ્રીકૃષ્ણ સંસ્કાર વર્લ્ડ અને પંચવટી માનવ કલ્યાણ ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા પુરૂષોતમ માસ નીમીતે ભગવાન કૃષ્ણને લાડ લડાવવા અને ભકિત કરવા માટે ભકિત સંઘ્યા અને છપ્પનભોગનું આયોજન શહેરના હેમુ ગઢવી હોલ ખાતે કરવામાં આવેલ હતું.
આ કાર્યક્રમમાં વલ્લભકુળ ભુષણ યુવા વૈષ્ણવાચાર્ય પૂ.પા.ગો. ૧૦૮ વ્રજરાજકુમારજીની ખાસ ઉપિસ્થિત રહ્યા હતા. અને વૈષ્ણવજનોને ચરણસ્પર્શનો લ્હાવો આપ્યો હતો. રાજકોટ શહેરમાં કાર્યરતા વી.વાય. ઓ.ના અઘ્યક્ષ મહેન્દ્રભાઇ ફળદુના આ ભવ્ય આયોજનમાં વૈશ્ર્ણવ પરિવારોએ ભકિતગીતોનું રસપાન કર્યુ હતું.
અધિક માસનું મહત્વ જણાવતા મહેન્દ્રભાઇ ફળદુએ જણાવેલ હતું કે વી.વાય.ઓ.ની ટીમ વર્લ્ડવાઇઝ ભકિતના કાર્યક્રમો કરી રહી છે. જે માટે અંતમાં રાજકોટ શહેરમાં શ્રીનાથ ગામ હવેલી, સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે ચાલુ થઇ જશે.
મહેન્દ્રભાઇ ફળદુએ વધુમાં જણાવ્યું હતું કે શ્રી કૃષ્ણ સંસ્કાર વર્લ્ડ અને પંચવટી માનવ કલ્યાણ ટ્રસ્ટ આયોજીત આ ભકિતસંઘ્યામાં મુંબઇથી મનોરથી મનોજભાઇ મહેતા, સતીષભાઇ મહેતા, જીનેશભાઇ મહેતા અન મહેતા પરિવારના સભ્યોએ ભકિતધામ હવેલી ખાતે છપ્પનભોગની સાથો સાથ ફાલ્ગુની પાઠકની ભકિતસંઘ્યાના કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહ્યા હતા. પુરૂષોતમ ભગવાનની રાસલીલાઓના ગીતો સુંદર રીતે શરુ કરી ફાલ્ગુની પાઠકે ઉ૫સ્થિત વૈશ્ર્ણવજનો મંત્રમુગધ કર્યા હતા.
આ કાર્યક્રમમાં કૃષ્ણ સંસ્કાર વર્લ્ડ રાજકોટના ચેરમેન મૌલેશભાઇ ઉકાણી, મનોજભાઇ મહેતા, મહેન્દ્રભાઇ ફળદુ, ધનસુખભાઇ ભંડેરી, ડો. જૈમનભાઇ ઉ૫ાઘ્યાય, પુષ્કરભાઇ પટેલ, ડો. દર્શીતાબેન શાહ, નાથાલાલ કાલરીયા, કૃષ્ણકાંત ધોળકીયા, અરવિંદભાઇ શાહ વિગેરેએ સુંદર કાર્યક્રમનું સંચાલન કર્યુ હતું.