ગુજરાતે પોતાની આગવી ઓળખ ઉભી કરી, ભ્રષ્ટાચાર નાબુદ તાં લોકોનો સરકાર ઉપરનો વિશ્ર્વાસ વધ્યો: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી
ગુજરાતમાં રોજગારીનું પ્રમાણ વધારવાના હેતુથી ૧ લાખી વધુ યુવાનોને તાલીમ આપી સક્ષમ તેમજ તજજ્ઞ બનાવવાની યોજના સરકાર ચલાવી રહી છે. જેમાં દરેક યુવાનને રૂ.૯૦૦૦નું સ્ટાઈફંડ દર મહિને આપવામાં આવશે. આ તાલીમ સર્વિસ સેન્ટર તેમજ ઈન્ડસ્ટ્રીઝમાં અપાશે.
તાજેતરમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એક કાર્યક્રમ દરમિયાન સરકારના સ્કીલ ડેવલોપમેન્ટ કાર્યક્રમ અંગે વાત કરી હતી. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે, રાજયમાંથી ભ્રષ્ટાચારને નાવા માટે સરકાર કટીબધ્ધ છે. ભ્રષ્ટાચાર ન થાય તે માટે ટેકનોલોજીનો ઉપયોગ કરી વહીવટને પારદર્શક બનાવવામાં આવશે.
મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું હતું કે, ગુજરાતે પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. ઓનલાઈન સીસ્ટમના માધ્યમી વહીવટને પારદર્શક કરવાનો પ્રયત્ન થયો છે. ટેકનોલોજીનો વધુને વધુ ઉપયોગ થવા લાગ્યો છે. જમીનના નો-ઓબ્જેકશનની મંજૂરી પણ ઓનલાઈન મેપના માધ્યમી મળવા લાગી છે. પરિણામે લોકોને પરેશાનીનો તેમજ ભ્રષ્ટાચારનો સામનો કરવો પડતો નથી. રાજયમાં ભ્રષ્ટાચાર વિરુધ્ધની ઝુંબેશના કારણે લોકોનો સરકાર ઉપરનો વિશ્ર્વાસ વધ્યો છે.
અહીં ઉલ્લેખનીય છે કે, સરકાર યુવાનોને રોજગારી આપવા કટીબધ્ધ છે જેના ભાગરૂપે મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના ચાલી રહી છે. જેમાં ઈન્ડસ્ટ્રીયલ સેકટરમાં યુવાનોને રોજગારી આપવાના પ્રયાસો થાય છે. તાલીમ દરમિયાન યુવાનોને રૂ.૩ હજારી ૯ હજાર સુધીનું સ્ટાઈપેન્ડ આપવામાં આવે છે.