જિલ્લા પંચાયતની કારોબારી સમિતીની બેઠક મળી
પડધરી તાલુકામાં રુ.૧.૬૯ કરોડના ખર્ચે રોડ અને જિલ્લા પંચાયતની શિક્ષણ શાખામાં રુ ૩ લાખના ખર્ચે પાંચ કોમ્પ્યુટર વસાવવાનો નિર્ણય લેવાયો
રાજકોટ
જિલ્લા પંચાયતની કારોબારી સમીતીની આજરોજ બેઠક મળી હતી જેમાં લોઠડાની ચાર સહિત ૭૦ બિનખેતીની ફાઈલોને મંજૂરીની મહોર મારવામાં આવી હતી. આ સો પડધરી તાલુકામાં રુ.૧.૬૯ કરોડના ખર્ચે રોડ તેમજ જિલ્લા પંચાયતની શિક્ષણ શાખામાં રુ.૩ લાખના ખર્ચે પાંચ કોમ્પ્યુટર વસાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
જિલ્લા પંચાયતની કારોબારી સમીતીની બેઠક આજરોજ કારોબારી ચેરમેન અર્જૂનભાઈ ખાટરીયાના અધ્યક્ષ સને મળી હતી. કારોબારી સમીતીની બેઠકમાં રીસર ફેસીંગ ઓફ એસએસી રંગપર સરપદળ રોડ રુ.૮૨.૦૮ લાખ, ક્ધસ્ટ્રકશન ઓફ સીસી રોડ જોઈનીંગ ખીરસરા રોડ અને સરપદળી બોડી ઘોડી રુ.૮૭.૪૯ લાખ મળી કુલ ૧૬૯.૫૭ લાખના નિર્ણયો લેવાયા હતા. આ સો જિલ્લા પંચાયતની શિક્ષણ શાખામાં કુલ ૫ કોમ્પ્યુટર સીસ્ટમ ખરીદવા રુ.૩ લાખનો ખર્ચ કરવાનો નિર્ણય લેવાયો હતો. આ સો લોઠડાની ચાર સહિત કુલ ૭૦ બિનખેતીની ફાઈલો મંજૂર કરવામાં આવી હતી.
આ બેઠકમાં કારોબારી સમિતિના સભ્યો વિપુલભાઈ ધડુક, મનોજભાઈ બાલધા, ભાવનાબેન ભુત, અર્ચનાબેન સાકરીયા, નાનુભાઈ ડોડીયા, વજીબેન સાંકળીયા, કુસુમબેન ચૌહાણ અને રાણીબેન સોરાણી તેમજ જિલ્લા વિકાસ અધિકારી અનીલકુમાર રાણાવસીયા અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી ડી.વી.મકવાણા તા નાયબ જિલ્લા વિકાસ અધિકારી આર.બી.ખરાડી તેમજ અન્ય શાખા અધિકારી ઉપસ્તિ રહ્યું હતું.