અખિલ ભારતીય સાંસ્કૃતિક સંઘ પૂણે દ્વારા આયોજીત ગ્લોબલ હાર્મની-૨૦૧૮માં રાજકોટની એકરંગ માનસિક વિકલાંગ દિકરીઓ આ સ્પર્ધામાં ભાગ લેવા પુના મુકામે ગઈ હતી. આ મનો વિકલાંગ દિકરીઓએ બે ગ્રુપ ડાન્સ સેમીકલાસીકલ તથા ફોલ્ડ ડાન્સની કૃતિ રજુ કરી હતી.
\સામાન્ય કલાકારો સામે આ મનોવિકલાંગ દિકરીઓ સ્પર્ધામાં ઉતરી હતી. પરંતુ તેઓએ સમગ્ર ભારતના સ્પર્ધકોની વચ્ચે સુંદર કૃતિ રજુ કરીને સ્પે.એવોર્ડસથી સન્માનિત કરવામાં આવી હતી. આ માટે સંસ્થાના પ્રમુખ દિપીકાબેન તથા કમલેશભાઈ પ્રજાપતિએ ખુબ ખુબ અભિનંદન તથા શુભેચ્છાઓ પાઠવી છે.
આ કાર્યક્રમ સિવાય સંસ્થાની દિકરીઓને શ્રીમંત દગડુ શેઠ ગણપતિબાપાના મંદિરે, સિંહગઢ ખાતે આવેલ છત્રપતી શિવાજી મહારાજના કિલ્લાની મુલાકાતે, રાજીવ ગાંધી પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે, સારસ બાગ, કેસરીવાડા ખાતે લોકમાન્ય તિલક મ્યુઝીયમ, લોનાવાલા સ્થિત એકવા અમેજીકા રીસોર્ટમાં લઈ ગયા હતા.
જયાં આખો દિવસ દિકરીઓએ સ્વીમીંગ પુલ, રેઈન ડાન્સ તેમજ જુદી જુદી વોટર રાઈડસમાં બેસીને ગરમીની મૌસમમાં ઠંડકની મજા માણી હતી. આમ, આ રીતે સંસ્થાની દિવ્યાંગ દિકરીઓએ ઉનાળુ વેકેશન સાંસ્કૃતિક પ્રવૃતિ તથા યાત્રા-પ્રવાસ માણીને વેકેશનની મજા માણી હતી.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે હર્ષદ પ્રજાપતિ, હિરેન ત્રિવેદી, તેજલ સાંકળીયા, નિલેશ્વરી ગરવાલ, કિરણબેન વાઘેલાએ ખુબ જ મહેનત કરી આ મનોવિકલાંગ દિકરીઓને આ સ્થાને લાવવામાં મદદરૂપ બન્યા હતા. દિપીકાબેન કમલેશભાઈ પ્રજાપતિ દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.