ટૂંક સમયમાં નવી શિક્ષણ નીતિ જાહેર કરાશે: શિક્ષણ ક્ષેત્રમાં રોકાણ માટે એફડીઆઈની મદદ લેવાશે: માર્ચ ૨૦૨૧ સુધીમાં હાયર એજ્યુકેશન ઈન્સ્ટિટયુટ શરૂ કરાશે: પીપીપી મોડેલી દેશમાં મેડિકલ કોલેજ સ્પાશે: જિલ્લા હોસ્પિટલની સો મેડિકલ કોલેજ પણ બનશે: સ્ટડી ઈન ઈન્ડિયા કાર્યક્રમ લાગુ કરાશે

નાણા પ્રધાન નિર્મલા સીતારમને આજે બજેટ ૨૦૨૦ રજૂ કર્યું હતું. જેમાં શિક્ષણ માટે મોટો પટારો ખોલવામાં આવ્યો છે. શિક્ષણ ક્ષેત્રે મોદી સરકારે મોટી ઘોષણા કરી છે. આ વર્ષના બજેટમાં શિક્ષણ ક્ષેત્રે ૯૯૩૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. શિક્ષણના સ્તરને ઉંચુ લાવવા એફડીઆઈ એટલે કે ફોરેન ડાયરેકટ ઈન્વેસ્ટમેન્ટ આવરી લેવામાં આવશે અને નવી શિક્ષણ નીતિનો ઝડપી અમલ કરવામાં આવશે.

બજેટના ભાષણમાં નિર્મલા સીતારમને જણાવ્યું હતું કે, નવી શિક્ષણ નીતિની ટૂંક સમયમાં ઘોષણા કરવામાં આવશે. ચાલુ વર્ષે શિક્ષણમાં દરેક સ્કૂલો અને કોલેજોમાં નવી લેબ બનાવવામાં આવશે. શિક્ષણ ક્ષેત્રમાં હાલ મોટા રોકાણની જરૂરીયાત છે. શિક્ષણ માટે એફડીઆઈ લઈ આવી સ્ટડી ઈન ઈન્ડિયાની શરૂઆત કરવામાં આવશે. દરેક જિલ્લામાં મેડિકલ કોલેજમાં હવે ઓનલાઈન ડિગ્રી લેવલ પ્રોગ્રામ ચલાવવામાં આવશે. ટૂંક સમયમાં સરકાર તરફી નવી શિક્ષણ નીતિની પણ ઘોષણા કરવામાં આવશે. જિલ્લા હોસ્પિટલોમાં હવે ડોકટરની કમી દૂર કરવા મેડિકલ કોલેજો બનાવાની પણ યોજના અમલી કરવામાં આવશે.લોકલ સંસમાં કામ કરવા માટે એન્જીનીયર્સને ઈન્ટનશીપની સુવિધા આપવામાં આવશે.

ઉચ્ચ શિક્ષણનું સ્તર ઉંચુ લાવવા માટે સરકાર હાલ કામ કરી રહી છે. દુનિયાના વિદ્યાર્થીઓને ભારતમાં અભ્યાસ માટે સુવિધા આપવામાં આવશે. ભારતના વિદ્યાર્થીઓને પણ એશિયા, આફ્રિકાના દેશોમાં મોકલવામાં આવશે. ઉપરાંત રાષ્ટ્રીય પોલીસ યુનિવર્સિટી, રાષ્ટ્રીય ન્યાયીક વિજ્ઞાન યુનિવર્સિટી બનાવવાનો પણ પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. ડોકટરો માટે એક બીજ પ્રોગ્રામ શરૂ કરવામાં આવશે. જેથી પ્રેકટીસ કરનાર ડોકટરોને પ્રોફેશનલ વાતો વિશે શિખવવામાં આવશે.

આ સાથે નિર્મલા સીતારમને સ્કીલ ડેવલોપમેન્ટ માટે ૩૦૦૦ કરોડનો પ્રસ્તાવ મુકયો છે. બજેટ ભાષણમાં નાણા મંત્રી નિર્મલા સીતારમને જણાવ્યું હતું કે, નવી શિક્ષણ નીતિની ટૂંક સમયમાં ઘોષણા કરવામાં આવશે. જે માટે અમારે નવા લેબ બનાવા પડશે. શિક્ષણ ક્ષેત્રમાં હાલ મોટા રોકાણની જરૂર હોય શિક્ષણ માટે એફડીઆઈ લાવી સ્ટડી ઈન ઈન્ડિયાની શરૂઆત કરવામાં આવશે.

૧૫૦ સંસમાં ડિગ્રી-ડિપ્લોમાં કોર્ષ શરૂ કરાશે

૨૦૨૩ સુધીમાં ભારતમાં સૌથી મોટી વર્કિંગ એજ પોપ્યુલેશન હશે જેને લઈ વધારે નોકરીઓની પણ જરૂર પડશે. જે માટે હાલ ૨ લાખ સુચનો સરકાર પાસે આવ્યા છે. ટૂંક સમયમાં જ નવી શિક્ષણ નીતિ જાહેર કરવામાં આવશે અને પ્રતિભાશાળી શિક્ષકોને પ્રોત્સાહન આપવામાં આવશે. ૧૫૦ સંસમાં ડિગ્રી-ડિપ્લોમાં કોર્ષ શરૂ કરવામાં આવશે. સરકારે એક પ્રોગ્રામ શરૂ કરશે જેમાં એન્જીનીયર્સને ૧ વર્ષનો ઈન્ટનશીપનો મોકો આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.