સૂર્યગ્રહણનો મતલબ દુનિયાનો અંત…….
૯૯ વર્ષ બાદ પૂર્ણ સૂર્ય ગ્રહણ ૨૧મી ઓગષ્ટના રોજ થવાનું છે જો કે આ ગ્રહણ ભારતમાં દેખાવાનું નથી. આ ગ્રહણ આ વર્ષનું પ્રથમ પુર્ણ સૂર્ય ગ્રહણ છે. આ ગ્રહણ યુરોપ, ઉત્તર તથા પૂર્વ એશિયા, ઉત્તર તથા પશ્ર્ચિમ આફ્રિકા, ઉત્તર અમેરિકા, એટલાન્ટિક, આર્કટિક વગેરે જગ્યાઓએ જોવા મળશે. અને ઘણા લોકોનું માનવું છે કે પૂર્ણ સુર્યગ્રહણનો મતલબ દુનિયાનો અંત થવાનો છે.
ક્યારે શરૂ થશે સુર્યગ્રહણ :-
ભારતીય સમય અનુસાર સુર્યગ્રહણ ૨૧ ઓગષ્ટે રાત્રે ૯ વાગ્યે ૧૬ મિનિટે શ‚ થશે. અને રાત્રે ૨.૩૪ વાગ્યે પૂર્ણ થશે. ગ્રહણનો મધ્યકાળ રાત્રે ૧૧.૫૧થી શ‚ થશે. જે દેશમાં ગ્રહણ દેખાવવાનુું ત્યાં ગ્રહણનું સુતક ૧૨ કલાક પહેલા અર્થાત ૨૧ ઓગષ્ટથી સવારે ૧૧.૫૧ વાગ્યાથી જ લાગી જશે.
સિંહ રાશિમાં ગ્રહણ :-
ગ્રહણની સિધી અસર સિંહ રાશિના લોકો પણ જોવા મળશે. તેમને નજીકના ભૂતકાળમાં કરેલા કોઇ પાપનો દંડ મળશે. મેષ અને કર્ક રાશિના જાતકોને માનસિક તણાવનો સામનો કરવો પડશે અને તુલા તેમજ વૃશ્ર્વિક રાશિના લોકોને નોકરી જઇ શકે છે.
ભોજન કરાવો :-
ગરીબ, સેવક અથવા તો જ‚રિયાતમંદને દક્ષિણા આપે! દાન- પુણ્ય કમાવો અને શક્ય હોય તો તેમને ભોજન પણ કરાવો. આ ઉપાયો ગ્રહણ લાગતા પહેલા કરવામાં આવે તો ગ્રહણનો પ્રભાવ અડધો થઇ જાય છે.