૯૯.૯૩ પીઆર તથા ૯૪.૬૭ % સાથે બોર્ડમાં સાતમું સ્થાન પ્રાપ્ત કરતો રાયઠઠ્ઠા ઉત્સવ
આજરોજ પ્રસિધ્ધ થયેલા ધોરણ-૧૦ના રીઝલ્ટમાં ઉત્કર્ષ સ્કૂલના વિદ્યાર્થીઓ છવાઈ ગયા છે. ઈંગ્લીશ મિડિયમમાં ધોરણ-૧૧-૧૨ સાયન્સ માટે શ્રેષ્ઠ રીઝલ્ટ આપતી શાળાઓમાં સમગ્ર રાજયમાં પ્રખ્યાત એવી ઉત્કર્ષ સ્કૂલ ઓફ એકસલન્સના વિદ્યાર્થીઓએ ધોરણ ૧૦ના પરિણામનો વિજયરથ આગળ ધપાવેલ છે.
સ્કૂલનો વિદ્યાર્થી રાયઠઠ્ઠા ઉત્સવે એ ૯૯.૯૩ પીઆર મેળવી સ્કૂલમાં પ્રથમ તેમજ સમગ્ર બોર્ડમાં સાતમું સ્થાન મેળવેલ છે. તેમજ ચીનીવર દેવર્શીએ ૯૯.૯૮ પીઆર સાથે બોર્ડમાં સાતમું સ્થાન મેળવેલ છે. આ ઉપરાંત મોણપરા શ્રુતિ ૯૯.૫૯ પીઆર, કાત્રોડીયા ખુશી ૯૯.૫૧ પીઆર, વઘાસિયા ધ્વની ૯૯.૩૮ પીઆર, કટારા રોહન ૯૯.૩૧ પીઆર, ભોજાણી બંસી ૯૯.૨૦ પીઆર, ગોસ્વામી શ્રદ્ધા ૯૯.૦૭ પીઆર મેળવી અને બોર્ડમાં ઝળહળતી સફળતા પ્રાપ્ત કરેલ છે.
આ ઉપરાંત સ્કૂલના કુલ ૧૦૦ વિદ્યાર્થીઓમાંથી ૦૮ વિદ્યાર્થીઓએ ૯૯ પીઆર કરતા વધારે પીઆર મેળવેલ છે. ૯૮ પીઆર કરતા વધારે ૧૭ વિદ્યાર્થીઓ, ૯૫ પીઆર કરતા વધારે ૨૯ વિદ્યાર્થીઓ, ૯૦ પીઆર કરતા વધારે ૪૯ વિદ્યાર્થીઓ અને ૮૫ પીઆર કરતા વધારે ૬૩ વિદ્યાર્થીઓએ અને ૭૦ પીઆર કરતા વધારે ૮૨ વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કરી અને બોર્ડમાં ઉત્કર્ષ સ્કૂલ ઓફ એકસલન્સની સર્વોપરીતા સ્થાપિત કરી છે.
ઉત્કર્ષ સ્કૂલ ઓફ એકસલન્સ ખૂબ જ મર્યાદિત વિદ્યાર્થીઓને પ્રવેશ આપી અને ઉત્કૃષ્ટ શિક્ષણ આપતી સંસ્થા છે. ઉત્કર્ષ સ્કુલે બહુ થોડા સમયમાં પોતાના ઝળહળતા રિઝલ્ટથી રાજકોટની નહીં પણ સમગ્ર ગુજરાતની નં.૧ ઈંગ્લીશ મીડીયમ સ્કુલ હોવાનું ગૌરવ પ્રાપ્ત કરેલ છે. તાજેતરમાં પ્રસિધ્ધ થયેલા જેઈઈના રિઝલ્ટમાં પણ શાળાના જેઈઈની તૈયાર કરતા સર્વે ૪૯ વિદ્યાર્થીઓ જેઈઈ મેઈન એકઝામ ૯૦ કરતા વધારે પીઆર સાથે પાસ કરેલ છે.
વર્ષ ૨૦૧૮ના ધોરણ: ૧૨ સાયન્સના રીઝલ્ટમાં પોપટીયા અમને ૯૭ % સાથે બોર્ડમાં પાંચમું સ્થાન અને રાઠોડ મહિરાજે ૯૬.૩૩ % સાથે બોર્ડમાં સદમું સ્થાન મેળવેલ હતું. આ ઉપરાંત જેઈઈ એડવાન્સમાં રાજકોટમાંથી પસંદ થટેલા ૧૧ વિદ્યાર્થીઓમાં ૪ વિદ્યાર્થીઓ ઉત્કર્ષ સ્કૂલના રામાણી પ્રગુલ, મેવાડા વિરલ, કાત્રોડિયા પાર્થ અને દોશી મિહીરે પસાર કરી ઉત્કર્ષ સ્કૂલનું નામ નેશનલ લેવલે રોશન કરેલ છે.
વર્ષ ૨૦૧૩ના ૧૨ સાયન્સના ટોપર ચિરાગ ગાંધીએ પ્રવેશ મેળવેલ છે. વર્ષ ૨૦૧૪ના ૧૨ સાયન્સ ટોપર યશ ચંદારાણાએ વર્ષ ૨૦૧૫ના ટોપર્સ શાહ રિશીત અને દામાણી જીનેશે બોમ્બેની પ્રખ્યાત એન્જીનીયરીંગ અને મેનેજમેન્ટની પ્રખ્યાત ઈન્સ્ટીટયુટ નરસીમોન્જીમાં પ્રવેશ મેળવી નેશનલ લેવલે પણ સ્કૂલનું નામ રોશન કરેલ છે.
૨ સંસ્થાના મહત્તમ વિદ્યાર્થીઓ ભારતની તથા ગુજરાતની ટોપ ૧૦ એન્જીનીયરીંગ કોલેજમાં એડમીશન મેળવવા માટે પ્રવેશ પાત્ર થયા હતા.
જે ઉત્કર્ષ સ્કૂલને અંગ્રેજી માધ્યમની સમગ્ર રાજકોટ કે સૌરાષ્ટ્ર-કચ્છ નહીં પરંતુ સમગ્ર ગુજરાતની પ્રથમ ક્રમાંકીત સ્કૂલ તરીકે પ્રસ્થાપિત કરે છે.
સમગ્ર સૌરાષ્ટ્ર ક્ષેત્રે શિક્ષણ હબ તરીકે પ્રસ્થાપિત થયેલ રાજકોટ શહેર મધ્યે સતત ઘણા વર્ષોથી પોતાના ઉત્કૃષ્ઠ પરિણામોની હારમાળા થકી ઉત્કર્ષ સ્કૂલ ઓફ એકસલન્સે સાયન્સ શિક્ષણ ક્ષેત્રે પોતાનું સ્થાન વિશેષ રીતે સુનિશ્ર્ચિત કરેલ છે. સધન શિક્ષણ અને પરિણામજનક શૈક્ષણિક માર્ગદર્શન ઉપલબ્ધ કરાવતી શાળા તરીકે સમગ્ર શહેર ખાતે ખ્યાતી પ્રાપ્ત ઉત્કર્ષ સ્કૂલે શહેરના શિક્ષણ ક્ષેત્રે દરેક વર્ષે ઉર્ધ્વ શૈક્ષણિક પ્રગતિની હરણફાળ ભરેલ છે.
તેમજ ગુજરાત રાજય સ્તરે આ શૈક્ષણિક સિધ્ધીઓ બદલ પ્રતિષ્ઠાજનક સ્થાન પ્રાપ્ત કરેલ છે. જેના પરિણામે આસપાસના વિસ્તારો તેમજ અમદાવાદ, વડોદરા અને સુરત જેવા મહાનગરોમાંથી આવતા વિદ્યાર્થીઓ પણ ગુજરાત રાજય સ્તરે ઉત્કર્ષ સ્કૂલને પોતાની શૈક્ષણિક કારકિર્દીને વિશિષ્ઠ સ્તરે લઈ જનારી સ્કૂલ તરીકે પ્રથમ પસંદ કરે છે.
આજે ઉત્કર્ષ સ્કૂલના વિદ્યાર્થીઓ ભારતની તમામ રાષ્ટ્રીય સ્તરની અગ્રીમ એન્જીનીયરીંગ અને મેડિકલ કોલેજોમાં પ્રવેશ મેળવે છે. રાજકોટની પીડીયુ, અમદાવાદની બીજેએમ તેમજ એન્જીનીયરીંગમાં આઈઆઈટી, વીઆઈટી, એસઆરએમ, ડીએઆઈઆઈસીટી, પીડીપીયુ, નીરમા તેમજ અન્ય અનેક ખ્યાતનામ કોલેજોમાં ઉત્કર્ષ સ્કૂલના વિદ્યાર્થીઓ પ્રવેશ સુનિશ્ર્ચિત કરતા આવ્યા છે.
ઉત્કર્ષ સ્કૂલના વિષય નિષ્ણાંત ફેકલ્ટીઓ ડોકટરેટ અને એમ.ટેક લેવલ ધરાવે છે. જેઓ આશરે ૨૬ વર્ષથી પણ વધારે પોતાના વિષયોના શિક્ષણ કાર્યનો બહોળો અનુભવ ધરાવે છે. ઉત્કર્ષ સ્કૂલ પ્રત્યે વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા રાખવામાં આવતા વિશ્ર્વાસને જાળવી રાખવા સુદ્રઢ શૈક્ષણિક આયોજન થકી ગુજરાત બોર્ડ અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે નીટ અને જેઈઈ માટેનું શ્રેષ્ઠ અને પરિણામજનક શિક્ષણ આપવા માટે પ્રતિબદ્ધ છે.
અંગ્રેજી માધ્યમ ક્ષેત્રે ઉત્કૃષ્ઠ શિક્ષણ આપવા માટેની એક વિશેષ વ્યવસ્થાના ભાગરૂપે ઉત્કર્ષ સ્કૂલ ઓફ એકસલન્સ ખાતે ધોરણ ૬ થી ૮ના ૮૦% ઉપરના વિદ્યાર્થીઓ જેઈઈ તથા નીટ ફાઉન્ડેશન વિભાગનું આયોજન કરવામાં આવેલ છે જેથી કરી ઉચ્ચ અભ્યાસના સ્તરે શાનદાર શૈક્ષણિક સફળતા સુનિશ્ર્ચિત કરવા પાયાના સ્તરથી જ સુદ્રઢ અને સધન શિક્ષણ વ્યવસ્થા સમગ્ર શહેરના વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ બની રહે.
આજના આ શાનદાર પરિણામ મેળવવા બદલ શાળાના બધા જ વિદ્યાર્થીઓને સંસ્થાના સમગ્ર ટ્રસ્ટીગણ તેમજ શિક્ષકગણે ખુબ ખુબ અભિનંદન પાઠવવા સાથે ભવિષ્યની ઉચ્ચ અને સફળ વ્યવસાયીક કારકિર્દી માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવેલ છે.
રાયઠઠ્ઠા ઉત્સવ (એ–૧ ગ્રેડ) (બોર્ડમાં સાતમુ સ્થાન)
ધો.૧૦ના પરિણામમાં ઉત્કર્ષ સ્કૂલ ઓફ એકસલન્સનો વિદ્યાર્થી રાયઠઠ્ઠા ઉત્સવએ ૯૯.૯૩ પીઆર તથા મેથ્સમાં ૧૦૦ માંથી ૧૦૦ માર્કસ તથા સાથે કુલ ૬૦૦ માંથી ૫૬૮ માર્કસ મેળવીને બોર્ડમાં સાતમું સ્થાન મેળવીને ઉત્કર્ષ સ્કૂલ તેમજ રાયઠઠ્ઠા પરિવારનું ગૌરવ વધારેલ છે.
દેવશી ચિનીવર (એ–૧ ગ્રેડ) (બોર્ડમાં બારમું સ્થાન)
ધો.૧૦ના રીઝલ્ટમાં ઉત્કર્ષ સ્કૂલના વિદ્યાર્થી દેવર્શી ચિનીવરે ઝળહળતો દેખાવ કરી સ્કૂલની શ્રેષ્ઠ પરિણામની પરંપરા જાળવી રાખી છે. દેવર્શીએ ૯૯.૯૮ પીઆર, મેથ્સમાં ૧૦૦ માંથી ૯૯ માર્કસ સાથે કુલ ૬૦૦ માંથી ૫૬૪ માર્કસ મેળવી અને સ્કૂલ તથા ચીનીવર પરિવારનું ગૌરવ વધારેલ છે.
ધો.૧૦ના રીઝલ્ટમાં ઉત્કર્ષ સ્કૂલની મોણપરા શ્રુતી ૯૯.૫૯ પીઆર સાથે ૬૦૦ માંથી ૫૪૯ માર્કસ મેળવીને ઉત્કર્ષ સ્કૂલ ઓફ એકસલન્સને શ્રેષ્ઠ સાબીત કરી બતાવી છે.
વઘાસિયા ધ્વની (એ–૨ ગ્રેડ)
રાજકોટના જાણીતા વેપારી રમણીકભાઈની પુત્રી અને ઉત્કર્ષ સ્કૂલની મહત્વકાંક્ષી વિદ્યાર્થીની ધ્વનીએ સફળતાની સીડી સર કરેલ છે.. આજરોજ પ્રસિધ્ધ થયેલા ધો.૧૦ના પરિણામમાં વઘાસિયા ધ્વનીએ ૯૯.૩૮ પીઆર સાથે ઝળહળતી સફળતા મેળવીને તેણે ઉત્કર્ષ સ્કૂલ તેમજ વઘાસિયા પરિવારનું ગૌરવ વધારેલ છે.
ભોજાણી બંસી (એ–૨ ગ્રેડ)
રાજકોટની પ્રખ્યાત બિઝનેસમેન દેવેશભાઈ તથા દક્ષાબેનની પુત્રી અને ઉત્કર્ષ સ્કૂલની મહત્વકાંક્ષી વિદ્યાર્થીની બંસીએ સફળતાની સીડી સર કરેલ છે. આજરોજ પ્રસિદ્ધ થયેલ ધો.૧૦ના પરિણામમાં ભોજાણી બંસીએ ૯૯.૨૦ પીઆર સાથે ઝળહળતી સફળતા મેળવીને તેણે ઉત્કર્ષ સ્કૂલ તેમજ ભોજાણી પરિવારનું ગૌરવ વધારેલ છે.
“શ્રદ્ધા ગોસ્વામીનો ચાંદ (એ–૨ ગ્રેડ)
ધો.૧૦ના પરિણામમાં શાળાની વિદ્યાર્થીની ગોસ્વામી શ્રદ્ધાએ ૯૯.૦૭ પીઆર સાથે ગણીતમાં ૧૦૦ માંથી ૯૯ માર્કસ મેળવીને ઝળહળતો દેખાવ કરેલ છે. શ્રદ્ધાના પિતા કમલભાઈ ગોસ્વામી રાજકોટ મેડિકલ કોલેજના ગાયનેક ડિપાર્ટમેન્ટના હેડ ઓફ ધ ડીપાર્ટમેન્ટ તેમજ પ્રોફેસર તરીકે ઉજ્જવળ કારકિર્દી ધરાવે છે.
ઉત્કર્ષ સ્કૂલની વિદ્યાર્થીની કાત્રોડિયા ખુશીએ ૯૯.૫૧ પીઆર સાથે ઝળહળતી સફળતા મેળવી ઉત્કર્ષ સ્કૂલ તેમજ કાત્રોડિયા પરિવારનું ગૌરવ વધારેલ છે.