• પ્રશંસનીય અને વિશિષ્ટ કામગીરીને ધ્યાને લઇને રાષ્ટ્રપતિ ચંદ્રક માટે 2017 થી 2022 સુધીના પોલીસ સ્ટાફને મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે અપાયા મેડલ
  • દસ પોલીસ અધિકારીને વિશિષ્ટ સેવા મેડલ અને 89 પોલીસ અધિકારીઓને પ્રશસનીય સેવા મેડલ આપી સન્માનિત કરાયા
  • ગૃહ મંત્રી હર્ષ સંઘવી, ચીફ સેક્રેટરી પંકજકુમાર અને રાજયના પોલીસ વડા આશિષ ભાટીયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા

પોલીસ ડીપાર્ટમેન્ટમાં પસંશનીય અને વિશિષ્ટ કામગીરીને ધ્યાને લઇને રાષ્ટ્રપતિ ચંદ્રક માટે પસંદગી થતી હોય છે. વર્ષ 2017 થી 2022 દરમિયાન રાષ્ટ્રપતિ મેડલ અને વિશિષ્ટ સેવા મેડલ માટે આઇજી થી લઇ કોન્સ્ટેબલ સુધીના 99 પોલીસ કર્મચારીઓની પસંદગી થઇ હતી તેઓને અમદાવાદના જીએમડીસી ક્ધવેન્સન હોલમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે મેડલ આપી તમામને સન્માનિત કર્યા છે.

IMG 20220924 105704

રાષ્ટ્રપતિ ચંદ્રક મેળનાર પોલીસ અધિકારીઓમાં એસીબીના મદદનીશ નિયામક એ.પી.જાડેજા, મોરબી ડીવાય.એસ.પી. પ્રતિપાલસિંહ ઝાલા, રાજકોટના વતની અને ડીવાય.એસ.પી. પિયુશ પિરોજીયા, રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના તત્કાલિન હિતેશદાન ગઢવી, રાજકોટ રૂરલના મહંમદભાઇ ચૌહાણ, શિવરાજભાઇ ખાચર અને નારણભાઇ પંપાણીયા સહિત 99 પોલીસ અધિકારી અને કોન્સ્ટેબલને મેડલ મુખ્ય મંત્રીના હસ્તે આપવામાં આવ્યો ત્યારે ગુહ મંત્રી હર્ષ સંઘવી, ચીફ સેક્રેટરી પંકજકુમાર, એડી.ચીફ સેક્રેટરી રાજકુમારસ, રાજયના પોલીસ વડા આશિષ ભાટીયા, અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ, વિકાસ સહાય, કે.એલ.એન.રાવ, રાજુ બ્રહ્મભટ્ટ, અજય ચૌધરી, ગૌતમ પરમાર, બ્રિજેશ ઝા નિરજા બરગુર્જર સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પીઆઇ એચ.એમ.ગઢવીને મળ્યો રાષ્ટ્રપતિ ચંદ્રક

IMG 20220924 105712

2008માં પીએસઆઇ તરીકે સિધી ભરતી થયેલા એચ.એમ.ગઢવીને રાષ્ટ્રપતિ ચંદ્રક મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે આપવામાં આવ્યો હતો. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં સ્ટોન કિલર, લગ્ન પ્રસંગમાં મહેમાનના સ્વાંગમાં ટાબરીયા દ્વારા ચોરી કરાવતી પરપ્રાંતિય ગેંગને ઝબ્બે કરવા, રાજકોટમાં માથાભારેની છાપ ધરાવતા શખ્સો અને વ્હાઇટ કોલર અપરાધિઓને લીંબડાનો સ્વાદ ચખાડી પસંશનીય કામગીરી કરતા પી.આઇ.એચ.એમ.ગઢવીને રાજકોટમાં સારી લોક ચાહના મળી હતી. રીઢા ગુનેગારોમાં જબ્બરી ધાક ધરાવતા પી.આઇ, એચ.એમ.ગઢવી રાજકોટમાં કોરોનાના કપરા સમયમાં જરૂરીયાત મંદને મદદરૂપ થવા ઉપરાંત કોરોનાનો ચેપને આગળ પસરતો અટકાવવા લોક ડાઉનનો ચુસ્ત રીતે પાલન કરાવ્યું હતુ. ઉચ્ચ પોલીસ અધિકારીઓની ગુડ બુકમાં રહેલા પી.આઇ. એચ.એમ.ગઢવીએ પોલીસ ડીપાર્ટમેન્ટમાં વ્યારાથી શરૂ કરેલી કારર્કિદી ઘણી પસંશનય રહી છે. મળતાવળા અને મિલનસાર સ્વભાવ ધરાવતા પી.આઇ. એચ.એમ.ગઢવી હાલ સીઆઇડી આઇબીમાં ફરજ બજાવી રહ્યા છે રાષ્ટ્રપતિ ચંદ્રક મળતા પી.આઇ. એચ.પી.ગઢવીને પોલીસ અધિકારીઓ, સગા-સંબંધીઓ અને મિત્રો મોબાઇલ 9978053000 પર શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે.

રાજકોટ એસીબીના મદદનીશ નિયામક એ.પી. જાડેજાને મુખ્યમંત્રીના હસ્તે રાષ્ટ્રપતિ મેડલ એનાયત

IMG 20220924 131118

રાજકોટ લાંચ રૂશ્વત એકમના ડીવાયએસપી અજયસિંહજી પી.જાડેજાને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાષ્ટ્રપતિ ચંદ્ર એનાયત કરવામાં આવ્યો છે કોટડા સાંગાણી તાલુકાના સોળીયા ગામના વતની   અજયસિંહજી જાડેજા વર્ષ 1993માં પી.એસ.આઇ.ની સીધી ભરતીમાં પસંદગી પામ્યા બાદ ભરૂચ ખાતે પ્રથમ પોસ્ટીંગ મેળવ્યું હતું.

પીએસઆઇ તરીકે જામનગર એલ.સી.બી. સહિત મહત્વના સ્થળોએ ફરજ બજાવતા પ્રસંશની કામગીરી બજાવી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે બઢતી મળતા કચ્છના ભૂજ અને એસઓજીમાં મહત્વની ફરજ બજાવી ચરસનો જંગી જથ્થો અને પાકિસ્તાનથી છૂટેલા આઇ.એસ.આઇ.ના એજન્ટને ઝડપીને સફળતા મેળવી હતી.ડીવાયએસપી તરીકે બઢતી મળતા બરોડા, ધાંગધ્રા, રાજકોટ એ.સી.બી. અને જામનગર સીટી ડીવાયએસપી તરીકે સુંદર કામગીરી બજાવી હતી.

એ.પી. જાડેજાએ કાર્યકાળ દરમિયાન રાજકોટની રાજકુમાર કોલેજના વિદ્યાર્થી અને ગરાસીયા યુવાનની અપહરણના ગુનાનો ભેદ ઉકેલ્યો, સાત નારી ગેંગને પકડવામાં સફળતા મેળવી હતી.પોલીસ ડીપાર્ટમેન્ટમાં સારી કામગીરી બદલ  સરકાર  2020મા રાષ્ટ્રપતિ ચંદ્રક પ્રાપ્ત કરવામાં આવ્યો હતો અને તારીખ 23 ને શુક્રવારે અમદાવાદ ખાતે મુખ્યમંત્રીના હસ્તે રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત કરાયો હતો. અજયસિંહ જાડેજાના  “અબતક પરિવાર અને પોલીસ અધિકારી, સગા-સંબંધી અને મિત્ર વર્તુળ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.