ત્રણેય ઝોનમાં દંડ પેટે રૂ.૩.૧૦ લાખ વસુલાયા
પ્રવર્તમાન પાણીની પરિસ્થિતિને ધ્યાને રાખી શહેરમાં પાણી ચોરીની પ્રવૃતિ અટકાવવા રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાનીના આદેશ અનુસાર ગેરકાયદેસર ભૂતિયા નળ કનેકશન જોડાણ, ડાયરેકટ, પમ્પીંગ, મોટર દ્વારા પાણી ખેંચતા મોટર જપ્તી, પાણીનો બગાડ વિગેરેની ચેકિંગ ઝુંબેશ ચલાવવા વિવિધ ટીમોની રચના કરવામાં આવી છે.
આ ટીમો દ્વારા રાજકોટ શહેરના ત્રણેય ઝોન ઈસ્ટ ઝોન, વેસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોનમાં રાજકોટ મહાનગરપાલિકાની ટીમો દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસ ઝુંબેશ દરમ્યાન ૧૦ થી ૩૦ એપ્રિલ સુધીમાં કુલ ૨૪ ગેરકાયદેસર ભુતિયા નળ કનેકશન પકડવામાં આવેલ હતા. ડાયરેકટ પમ્પીંગ કરતા ૨૦૮ કિસ્સા સામે આવેલ હતા.
૯૯ આસામીઓ સામે મોટર જપ્તી અને નોટિસ જેવા પગલા લેવામાં આવેલ હતા. ત્રણેય ઝોનમાં દંડ પેટે કુલ રૂ.૩,૧૦,૭૫૦/-ની રકમ વસુલ કરવામાં આવેલ હતી. જેમાં પાણીનો બગાડ કરતા આસામીઓ પાસેથી અઢીસો અઢીસો પિયા લેખે વસુલ કરવામાં આવેલા કુલ રૂ.૩૪,૭૫૦/-નો પણ સમાવેશ થાય છે.
ચેકિંગ દરમ્યાન સેન્ટ્રલ ઝોનમાંથી ૧૨ ભૂતિયા નળ કનેકશન જોડાણ, ૬૩ ડાયરેકટ પમ્પીંગના કિસ્સા પકડાયેલ હતા અને ૨૧ આસામીઓ કે જેઓ ગેરકાયદેસર મોટરનો ઉપયોગ કરી રહ્યા હતા તે આસામીઓને નોટિસ આપવામાં આવી હતી. તેમજ પાણી બગાડ માટે રૂ.૨૦,૨૫૦/- નો દંડ અને અન્ય દંડ પેટે રૂ.૧,૧૮,૦૦૦/- આમ કુલ રૂ.૧,૩૮,૨૫૦/-નો દંડ વસુલવામાં આવેલ હતો. જયારે વેસ્ટ ઝોનમાંથી ૭ ભુતિયા નળ કનેકશન જોડાણ, ૧૦૪ ડાયરેકટ પમ્પીંગના કિસ્સા પકડાયેલ હતા અને ૫૦ આસામીઓ કે જેઓ ગેરકાયદેસર મોટરનો ઉપયોગ કરી રહ્યા હતા તે આસામીઓને નોટિસ આપવામાં આવી હતી.
તેમજ પાણી બગાડ માટે રૂ.૨૭૫૦ નો દંડ અને અન્ય રૂ.૧,૦૨,૦૦૦નો દંડ આમ કુલ રૂ.૧,૦૪,૭૫૦નો દંડ વસુલવામાં આવેલ હતો. તેમજ ઈસ્ટ ઝોનમાંથી ૦૫ ભૂતિયા નળ કનેકશન જોડાણ, ૪૧ ડાયરેકટ પમ્પીંગના કિસ્સા પકડાયેલ હતા અને ૨૮ આસામીઓ કે જેઓ ગેરકાયદેસર મોટરનો ઉપયોગ કરી રહ્યા હતા તે આસામીઓને નોટિસ આપવામાં આવી હતી.
દરમ્યાન પાણી બગાડ માટે રૂ.૧૧,૭૫૦ નો દંડ અને અન્ય રૂ.૫૬૦૦૦નો દંડ આમ કુલ રૂ.૬૭,૭૫૦નો દંડ વસુલવામાં આવેલ હતો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,