જુની ચલણી નોટોનું રિસાઈકલીંગ નહીં પરંતુ ટુકડે-ટુકડા
નોટબંધીથી ૫૦૦-૧૦૦૦ની નોટો રાતોરાત બંધ કરી દેવાઈ જેના બે વર્ષ બાદ માંડ-માંડ, ગણતરી પૂર્ણ કરાઈ ત્યારે ૯૯ ટકા ૫૦૦-૧૦૦૦ની નોટો જમા થઈ ગઈ હોવાનું તારણ મળ્યું છે પરંતુ રિઝર્વ બેંક જુની ચલણી નોટો સાથે શું કરી રહી છે ? તે સવાલ પણ ઉઠે છે કે નોટબંધી બાદ શું થયું ? ત્યારે જવાબમાં રીઝર્વ બેંકે જણાવ્યું હતું કે, જુની નોટોની કાપલીઓને ક્રિયાશીલ પ્રક્રિયાથી ઈન્સ્ટોલ કરવામાં આવી રહી છે. જેને ઈંટોમાં પરીવર્તીત કરવામાં આવશે. જેના ટેન્ડર તાજેતરમાં જ જાહેર કરવામાં આવ્યા છે અને આરબીઆઈ જુની નોટોને રિસાયકલ કરશે નહીં.
આરબીઆઈની વિવિધ બ્રાંચોમાં કુલ ૫૯ સીવીપીએસ મશીનો કાર્યરત છે જે નોટબંધીમાં આવેલી જુની નોટોને ઈંટોમાં બદલવા સક્ષમ છે. આરબીઆઈએ ૩૦ ઓગસ્ટના જણાવ્યું હતું કે, નોટબંધી બાદ બેન્કિંગ સુવિધાથી સરકારને રૂ.૧૫.૨૮ લાખ કરોડની જુની નોટો પરત મળી છે. કુલ નોટોમાંથી ૯૯ ટકા સુધીની ચલણી નોટો સરકારી ભંડોળને ભારતે પરત કરી છે ત્યારે હવે નવેમ્બર ૮ ૨૦૧૬ની નોટબંધી બાદ મળેલી રૂ.૫૦૦ નોટોના ૧.૭૧૬.૫ કરોડ નાના-નાના ટુકડા થશે તો રૂ.૧૦૦૦ જુની નોટોના ૬.૮૫૮ કરોડ કટકા થશે. કુલ રૂ.૧૫.૪૪ લાખ કરોડની ચલણી નોટોના આરબીઆઈ હાલ કટકા કરી રહી છે.