સાદા પાણીમાંથી આયર્ન, ક્ષાર અને એસીડ જેવા પદાર્થો છૂટા પાડી મિનરલ ઉમેરી પીવાલાયક બનાવાય છે: વિઠ્ઠલભાઈ સોરઠીયા

છેલ્લા થોડા સમયથી પીવા માટે મિનરલ પાણીનું ચલણ વધતુ જાય છે. ગરીબ અને મધ્યમ વર્ગ પણ ફિલ્ટર પ્લાન્ટ વસાવે છે સાદા અને મિનરલ ફિલ્ટર પાણી વચ્ચેનો ભેદ સ્વાદ અને સુગંધ દ્વારા પારખી શકાય છે. અલબત સાદા પાણીને ફિલ્ટર અને મિનરલ પાણીમાં ફેરવવાની પ્રક્રિયા અને તેનાથી થતા ફાયદા જરૂરી છે. આ વિગતો ટે અબતક દ્વારા પ્રયાસો કરવામા આવ્યા હતા. મારવીન પ્લાસ્ટના ઓનર મહેન્દ્રભાઈ છત્રાળાએ જણાવ્યું હતુ કે હાલ અમે મલ્ટીનેશનલ કંપનીનાં પાણીનું ઉત્પાદન કરીએ છીએ ૨૦૦૨માં પાણીના ઉત્પાદનમાં મે નાના પાયે રોકાણ કરી ફેકટરી શરૂ કરી હતી સાહસીક વૃત્તિને લીધે બોટલ બનાવતા બનાવતા હાલ મહિને ૧ થી સવા લાખ જેટલી કેપેસીટીનાં કાર્ટુનનું મલ્ટીનેશનલ કંપનીનું કામ કરી રહ્યા છીએ સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતને કંઈક નવુ આપવાનાં નેમથી ૨૦૧૭-૧૮ સુધીમાં અમારો નવો પ્રોજેકટ આવી રહ્યો છે. જેમાં મલ્ટી નેશનલ કંપનીના ટીન બનાવીને પેકીંગ કરવાનું કામ થશે જે ગુજરાતમાં અત્યાર સુધી કોઈએ ડેવલોપ કર્યું નથી. ટુંક સમયમાં જ ફૂલ ફલેગમા ૧૨૦ બીપીએમની લાઈન ચાલુ કરવામા આવશે.

છેલ્લા ૬ વર્ષથી મારવીન પ્લાસ્ટ સાથે પાર્ટનરશીપથી જોડાયેલા વિઠ્ઠલભાઈ સોરઠીયા એ સાદુ પાણી ડ્રીકીંગ વોટર અને મીનરલ વોટર અંગે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતુ કે હાલના સાદા પાણીમાં ભૂગર્ભના અને પ્રદુષીત વાતાવરણનાં ઘણા અવશેષો ભળેલા હોય છે. બહુ ઓછી જગ્યાએ એવું સાદુ પાણી હોય છે. કે જે ફીલ્ટર વગર પી શકાય છે. હાલના સમયને જોતા ૯૯ ટકા સાદુ પાણી પીવા માટે લાયક હોતુ નથી.

સાદા પાણીમાં આર્યન, ક્ષાર એસીડ અને બેઈઝીક જેવા ક્ષારો સમાયેલા હોય છે. આ સાદા પાણીને પ્રોસેસ કરવાથી તે ડ્રીકીંગ વોટર બને છે જેના ટીડીએસ મેઈનટેઈન થાય છે.

ડ્રીકીંગ વોટરમાં શરીરને હાની પહોચાડતા તત્વોને દૂર કરવામાં આવે છે. પ્રથમ સેન્ટ ફોલ્ટર પછી કાર્બન ફીલ્ટર અને ત્યારબાદ પોઈન્ટ ૪.૫ માઈકોન ફિલ્ટરમાંથી પાણીને પસાર કરવામાં આવે છે. ત્યારબાદ સાદુ પાણી શુધ્ધ બને છે. આમ સાદા પાણીમાથી ડ્રીકીંગ વોટર બને છે. અને ડ્રીકીંગ વોટર બન્યા બાદ તેમા મીનરલ્સ ઉમેરવામાં આવે છે.

મીનરલ એટલે મેગ્નેશીયમ, પોટેશીયમ બાયકાર્પોનેટ જેવા મીનરલ્સ પાણીમાં ઉમેરવામાં આવે છે.જે શરીર માટે પોષણ‚પ છે. સમાન્ય રીતે પીવાના પાણીમાં ૬૦ થી ૧૫૦ ટીડીએસ રાખીએ છીએ જે શરીર માટે યોગ્ય છે. ઓઝોનએ એવી પ્રક્રિયા છે જે પાણીમાના બેકટેરીયાને નાશ કરે છે. ઓઝોન પોઈન્ટ ૧ પીપીએમ પ્રોસેસ કરવામાં આવે છે.

મીનરલ પાણીમાં ઓનલાઈન ડીઝીંગ પંપ એડ કરવામાં આવે છે. પાણીમાં ૭ થી ૧૦ પીપીએમ સુધી અને બંને મળીને ૧૫ પીપીએમ ઉમેરવામાં આવે છે. રોવોટર જો સા‚ હોય તો ૫૦ ટકા પાણીની રીકવરી મળે છે. જેમાં ૩૫ થી ૪૦ ટકા પાણી પીવાલાયક મળે છે. સરકારનાં નિયમોનુસાર રીઝેકશન પાણીને વોટર આર વેસ્ટીંગ સીસ્ટમ દ્વારા ફરીથી ભૂગર્ભમાં વ્યવસ્થિત ઉતારવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.