વિધાર્થીનીઓની પાસ થવાની ટકાવારી 99.52% જ્યારે વિધાર્થીઓની પાસ થવાની ટકાવારી 99.26: ઉત્તરપ્રદેશના 18 વિધાર્થીઓનો પરિણામમાં દબદબો
કાઉન્સિલ ફોર ધ ઈન્ડિયાન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશનનું ગઈકાલે ધોરણ 12નું પરીણામ જાહેર કર્યું છે. જેને વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઈટ ભશતભય.જ્ઞલિ પર જઈને ચેક કરી શકે છે. વિદ્યાર્થીઓ પરીક્ષાનું પરિણામ જાણવા માટે જખજનો પણ ઉપયોગ કરી શકે છે.
આ માટે, તેઓએ તેમનું યૂનિક ઈંઉ ટાઇપ કરવું પડશે અને જખજ દ્વારા તેમનું ઈંજઈ પરિણામ મેળવવા માટે 1234567, 09248082883 પર મોકલવું પડશે. આ વર્ષે ધોરણ 12ની પરીક્ષામાં 99.38% વિદ્યાર્થીઓ સફળ થયા છે. આ વર્ષે છોકરીઓની પાસ થવાની ટકાવારી 99.52% છે. જ્યારે છોકરાઓની પાસ થવાની ટકાવારી 99.26 ટકા છે. આ વર્ષે પણ છોકરાઓ કરતાં છોકરીઓ આગળ રહી છે. કુલ 50,761 છોકરાઓએ પરીક્ષા પાસ કરી છે અને 45,579 છોકરીઓએ પરીક્ષા પાસ કરી છે. ઈઈંજઈઊ દ્વારા 26 એપ્રિલથી 14 જૂન દરમિયાન 12મીની પરીક્ષા લેવામાં આવી હતી.
રવિવાર, 24 જુલાઈના રોજ જાહેર થયેલા પરિણામો અનુસાર, 18 ઉમેદવારોએ ઈઈંજઈઊ વર્ગ 12 ની પરીક્ષામાં 99.75 ટકાના સ્કોર સાથે ટોચનો ક્રમ મેળવ્યો છે.બીજા ક્રમે 58 ઉમેદવારોએ 99.50 ટકા સ્કોર મેળવ્યા છે જ્યારે 78 ઉમેદવારોએ 99.25 ટકા સ્કોર કરીને ત્રીજો ક્રમ મેળવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે પરીક્ષામાં પાસ થવાની ટકાવારી 99.52 ટકા રહી હતી જેમાં છોકરીઓ ખૂબ જ ઓછા માર્જિનથી છોકરાઓને પાછળ છોડી દે છે.