ભારતીય ઑફ સ્પિનર અને આઇપીએલ ૨૦૧૮માં ચેન્નઇ સુપરકિંગ્સર માટે રમી રહેલા હરભજન સિંહ એક મોટી મુસિબતમાં મુકાઇ ગયો છે. મુંબઇ હાઇકોર્ટે જેટ એરવેઝના પૂર્વ કેપ્ટન બરેનડ કેન હોસલિન તરફથી કરવામાં આવેલા માનહાનિના કેસમાં હરભજન સિંહને નોટિસ ફટકારવામાં આવી છે. આ નોટિસ ભજ્જીના ચંદીગઢ અને જલંધરના સરનામે મોકલવામાં આવી છે. હરભજન સામેની અરજીમાં કેપ્ટન બર્નડ કેન હોસલિને કહ્યું કે હરભજન સિંહ અને અન્યોએ સોશિયલ મીડિયા પર તેના પર વંશીય ટિપ્પણી કરવાનો જે આરોપ લગાવ્યો હતો તેનાથી તેની કારકિર્દી પર અસર થઇ છે અને તેની માનહાનિ થઇ છે.
ઉલ્લેખનીય છે કે હોસલિન ૧૩ ડિસેમ્બર ૨૦૧૭ના રોજ ભજ્જી સામે માનહાનિનો કેસ કર્યો હતો. તેણે પોતાની ફરિયાદમાં ૧૫ મિલિયન ડોલર એટલે કે આશરે ૯૭ કરોડ ૫૦ લાખ રૂપિયાનો દાવો ઠોક્યો હતો. સાથે જ વિલંબ માટે દાવાની રકમ પર ૧૮ ટકા વ્યાજ આપવાની વિનંતી પણ કરી છે. નોટિસમાં હરભજન તથા અન્ય અથવા તેના વકીલ કોર્ટમાં હાજર રહીને પોતાનો પક્ષ નહી મૂકે તો કોર્ટ ત્રણેય સામે એકતરફી ચુકાદો આપી શકે છે.
આ મામલો તે સમયનો છે જ્યારે હરભજન સિંહ પોતાના બે સાથીઓ સાથે જેટ એરવેઝમાં યાત્રા કરી રહ્યો હતો ત્યારે તેણે પ્લેનના કેપ્ટન બર્નડ હોસલિન પર ક મહિલા સાથે મારપીટ કરવા અને દુર્વ્યહાર કરવાનો આરોપ લગાવ્યો હતો. હરભજને આ ઘટનાને સોશિયલ મીડિયા પર પણ પોસ્ટ કરી હતી. આ ફરિયાદના કારણે હોસલીને નોકરી માંથી હાથ ધોવા પડ્યા હતા. હોસલિને જણાવ્યું કે તેના આ ઇન્ડસ્ટ્રીનો ૩૦ વર્ષનો અનુભવ છે. તે ૧૪,૫૦૦ કલાકની ફ્લાઇટનો અનુભવ ધરાવે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com