પોરબંદરની પ્રૌઢાનું રાજકોટમાં સ્વાઈનફલુના કારણે મોત: આંક ૧૬ થયો
વાતાવરણમાં પ્રસરતી કાતીલ ઠંડીના હિસાબે સ્વાઈનફલુના વાયરસ પણ વધુ સક્રિય બન્યા હોય તેમ દિવસે અને દિવસે સ્વાઈનફલુના મૃત્યુઆંકમાં વધારો થતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.
રાજકોટમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પોરબંદરનાં પર વર્ષિય પ્રૌઢાનું સારવાર દરમિયાન મોત નિપજયું હતુ પોરબંદરનાં પ્રૌઢાના મોતની સાથે ચાલુ મહિનાનો મૃત્યુઆંક ૧૬ સુધી આંબી ગયો છે. જયારે વધુ ૩૭ દર્દીઓ હાલ રાજકોટની અલગ અલગ હોસ્પિટલોમાં સ્વાઈન ફલુ વોર્ડ હેઠળ સારવાર મેળવી રહ્યા છે.ગત તા.૨૮મી જાન્યુઆરીનારોજ સ્વાઈન ફલુમાં જસદણ આટકોટના ૩૫ વર્ષિય મહિલા, જૂનાગઢમાં રહેતા પર વર્ષિય પ્રૌઢા, રાજકોટના ૪૫ વર્ષિય યુવાન અને જેતપૂરનાં ૩૧ વર્ષિય યુવાનના રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતા જયારે આજ રોજ વધુ એક વ્યકિતનું મોત નિપજતા લોકોમાં સ્વાઈન ફલુનો કહેર વધી રહ્યો છે. ચાલુ માસ દરમ્યાન રાજકોટમાં કુલ ૯૭ સ્વાઈન ફલુ દર્દીઓનાં કેસ નોંધાણા છે. જયારે ૧૬ દર્દીઓના મોત નિપજયા છે.