વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ખેડુતોના બેંક ખાતામાં સુરેન્દ્રનગર જીલ્લાના તમામ તાલુકામાં કપાસનો વિમો ૯૨૬૯૬ ખેડુતોનો કુલ ૬૧,૮૪,૬૨,૭૬૦ જમા કરેલ છે. તેમાં ચોટીલા તાલુકાના ખાતેદાર ફોર્મ ૭૯૨૫ ભરેલ તેની કપાસનાં પાક વિમાની રકમ રૂ.૫૦૦૧૦૮૬૯ જમા થયેલ છે તેવી જ રીતે દરેક તાલુકામાં પાક વીમાની રકમ જેમાં ચુડા તાલુકામાં ૮૩૩૮ ફોર્મ ભરેલ છે. તેની પાક વીમાની રકમ રૂ.૫૦૪૧૩૬૧૬, થાન તાલુકામાં ૧૭૬૮ ફોર્મ ભરેલ છે. જેની રકમ રૂ.૯૮૧૬૩૯૧, દસાડા તાલુકામાં ૧૦૪૦૬ ફોર્મ ભરેલ છે જેની રકમ રૂ.૭૭૫૧૫૧૬૯, ધ્રાંગધ્રા તાલુકામાં ૧૪૬૦૫ ફોર્મ ભરેલ છે જેની રૂ.૯૬૭૯૭૫૮૮, મુળી તાલુકામાં ૮૪૪૨ ફોર્મ ભરેલ છે. જેની રૂ.૫૭૯૦૭૩૬૭, લખતર તાલુકામાં ૭૮૧૭ ફોર્મ ભરેલ છે. જેની રૂ.૬૧૯૫૧૫૨૧, લીંબડી તાલુકામાં ૧૧૧૦૨ ફોર્મ ભરેલ છે.

જેની રૂ.૬૯૩૯૮૮૨૧, વઢવાણ તાલુકામાં ૧૩૫૪૮ ફોર્મ ભરેલ છે જેની રૂ.૯૨૬૯૩૫૫૯, સાયલા તાલુકામાં ૮૭૨૫ ફોર્મ ભરેલ છે જેની રૂ.૫૧૯૫૭૮૫૯ જેટલી રકમ જમા થયેલ છે તે બદલ કેન્દ્ર સરકાર તેમજ રાજય સરકારનો સુરેન્દ્રનગર જીલ્લા ભાજપ પ્રમુખ દિલીપભાઈ પટેલ, મહામંત્રી જગદીશભાઈ મકવાણા, મહામંત્રી ડો.અનિરુઘ્ધસિંહ પઢીયાર, મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ તેમજ સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ ટીમવતી આભાર માનેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.