શાળાનાં ૬ છાત્રોએ મેળવ્યા એ ગ્રેડ: કેક કટીંગ અને રાસ-ગરબાની રમઝટ બોલાવી શિક્ષકો, છાત્રો તેમજ વાલીઓએ ઉજવણી કરી
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૦નું પરીણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટની ઓસમ પાઠક સ્કુલનું પરિણામ ૯૬ ટકા આવતા સ્કુલ ખાતે કેક કટીંગ તથા રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે વિદ્યાર્થીઓ, શિક્ષકોએ આનંદ, ઉલ્લાસ સાથે ગરબા રમી પોતાની ખુશી વ્યકત કરી હતી.
શ્રેષ્ઠ પરિણામથી શાળાનાં શિક્ષકો, છાત્રો અને વાલીઓમાં ઉત્સવ જેવો માહોલ: ટ્રસ્ટી દિલીપભાઈ પાઠક
ઓસમ પાઠક સ્કુલના ટ્રસ્ટી દિલીપભાઈ પાઠકે જણાવ્યું હતું કે, આજે ધો.૧૦નું પરીણામ જાહેર થયું છે ત્યારે સરેરાશ ૬૬.૯૭ ટકા પરીણામ આવ્યું છે અને રાજકોટનું ૭૩.૯૭ ટકા પરીણામ આવ્યું છે ત્યારે અમારી સ્કુલનું ૯૬ ટકા રિઝલ્ટ આવતા ખુબ જ આનંદ થાય છે ત્યારે મારા બાળકોને ખુબ જ શુભેચ્છા પાઠવું છું. તેઓ ઉતરોતર પ્રગતિ કરતા રહે અમારી સ્કુલમાં એ ગ્રેડ મેળવનાર ચાર વિદ્યાર્થીઓ છે. તેમજ ઈંગ્લીશ મિડીયમના બે આમ ટોટલ છ વિદ્યાર્થીઓ છે તથા બી ગ્રેડમાં ૨૩ વિદ્યાર્થીઓ તથા ગ્રેડમાં ૩૪ વિદ્યાર્થીઓ છે. અમારી સ્કુલનું સારું પરીણામ આવતા બધા વિદ્યાર્થીઓ વાલીઓની ઉપસ્થિતિમાં કેક કટીંગ, રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.
હું દરરોજ ૧૦ કલાક વાંચન કરતી હતી: ભકિત કલોલા
અબતક સાથેની વાતચીત દરમિયાન ઓસમ પાઠક સ્કુલની વિદ્યાર્થી કલોલા ભકિતએ જણાવ્યું હતું કે, મને ૯૯.૮૮ પીઆર આવ્યા છે. હું સ્કુલમાં પ્રથમ આવી છું. તેથી ખુબ જ ખુશ છું. મેં આખું વર્ષ ખુબ જ મહેનત કરી હતી. હું દરરોજ દસ કલાક વાંચતી હતી. તેથી આજ આટલું સારું પરીણામ આવ્યું છે. મને મારી સ્કુલના શિક્ષકોનો તથા મારા પેરેન્ટસનો ખુબ જ સપોર્ટ હતો. મને સૌથી વધુ ગણીતમાં ૯૮ માર્કસ આવ્યા છે. મારું સપનું ડોકટર બનવાનું છે તેથી હવે હું સાયન્સ બી ગ્રુપ રાખીશ.
શિક્ષકો અને માતા-પિતાનો ખુબ સપોર્ટ મળ્યો: હાર્દિક વેકરીયા
ઓસમ પાઠક સ્કુલનાં વિદ્યાર્થી વેકરિયા હાર્દિકે જણાવ્યું હતું કે, મારે ૯૯.૬૨ પીઆર ખાલા છે. હું સ્કુલમાં ત્રીજા ક્રમે આવ્યો છું તેથી ખુબ જ ખુશ છું. મેં દસમાની શ‚આતથી જ ખુબ જ મહેનત કરી હતી. મને મારા શિક્ષકો અને મારા માતા-પિતાનો ખુબ જ સપોર્ટ મળ્યો હતો. તેથી આજ આટલું સારું પરીણામ આવ્યું છે.