અનાજ ભરવાની પેટીમાં છુપાવેલો દારૂ એલસીબી પોલીસે પકડી પાડયો: આરોપીની શોધખોળ શરૂ
હળવદ તાલુકાના માનસર ગામ રહેણાંક મકાનમાં મોરબી જિલ્લા એલ.સી.બી પોલીસે દરોડો પાડી ૯૬ બોટલ દારૂ ઝડપી લીધો હતો પોલીસ દ્વારા રૂપિયા ૩૬,૦૦૦ ના દારૂ સાથે એક શખ્સ વિરૂદ્ધ હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધી તેને ઝડપી લેવા તપાસનો દોર આગળ ધપાવ્યો છે
બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના માનસર ગામે રહેતા ભરત ઉર્ફે ફાકો લાભુભાઈ રાઠોડ પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરતો હોવાની બાતમી મોરબી જિલ્લા એલ.સી.બી ટીમના વિક્રમસીંહ બોરાણા અને દશરથસિંહ પરમારને મળી હતી જેથી પોલીસ દ્વારા માનસર ગામે ભરત ઉર્ફે ફાકાના રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો
પોલીસના આ દરોડામાં રહેણાક મકાનમાં અનાજ ભરવાની પેટીમાં સંઘરેલી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૯૬ કિંમત રૂપિયા ૩૬,૦૦૦ પકડી લઈ આરોપી ભરત ઉર્ફે ફાકો રહે માનસર વાળો હાજર નહીં મળી આવતા આરોપી વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા માનસર ગામે રહેણાંક મકાનમાં રેડ પાડવામાં આવી તેમાં જિલ્લા એલસીબી ટીમના વિક્રમસીંહ બોરાણા, ચંદુભાઈ કાણોતરા, દિલીપભાઈ ચૌધરી, કૌશિક ભાઈ મારવણીયા, ફુલીબેન તથા પોલીસ કોન્સ્ટેબલ દસરથસીહ પરમાર,યોગેશ દાન ગઢવી દશરથસીહ ચાવડા સહિતનાઓ આ કામગીરીમાં જોડાયા હતા.