વિશ્વમાંથી પોલીયો રોગ નાબુદ કરવા માટે સંપૂર્ણ ભારત દેશમાં તા.૧૦ને રવિવારના રોજ પોલીયો વેકસીનના માત્ર ૧ રાઉન્ડનું આયોજન કરેલ છે. જે અંતર્ગત જિલ્લા દેવભુમિ દ્વારકામાં ૯૫,૨૨૧ બાળકોને ૪૫૩ પોલીયોના બુથ પર પ્રથમ દિવસે તેમજ બીજા અને ત્રીજા દિવસે ૮૬૫ ટીમો તેમજ ૭૭ મોબાઈલ ટીમ દ્વારા ઘરે ઘરે ફરી અને જિલ્લાના ૦૫ વર્ષનાં તમામ બાળકોને પોલીયોના રસી પીવડાવી પોલીયો રોગ સામે લડત આપવામાં આવશે. જિલ્લાના દરેક આંગણવાડી કેન્દ્રો, પ્રા.આ.કેન્દ્રો, પેટા આરોગ્ય કેન્દ્રો, સરકારી હોસ્પિટલો, રેલવે સ્ટેશન, બસ સ્ટેશનો, ધાર્મિક સ્થળો ઉપર બુથનું આયોજન કરવામાં આવેલ છે. જિલ્લાના હાઈરીસ્ક વિસ્તારો તેમજ ૨૧ ટ્રાન્જીસ્ટ પોઈન્ટ પર પોલીયોની રસી પીવડાવવામાં આવશે. જનસમુદાયમાં જાગૃત નાગરિકો દ્વારા તેમના આજુબાજુના વિસ્તારમાં બાળકોને કાલે પોલીયોના બુથ ઉપર જઈ પોલીયોની રસી અપાવવા માટે પ્રોત્સાહિત કરવા અને આ કાર્યક્રમને સંપૂર્ણ સહકાર આપી ૦ થી ૫ વર્ષના તમામ બાળકોને પોલીયોની રસી પીવડાવી પોલીયોથી રક્ષિત કરવા જિલ્લા વિકાસ અધિકારી ડો.મનિષકુમાર બંસલની યાદીમાં જણાવવામાં આવેલ છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૯૫,૨૨૧ બાળકોને પોલીયોની રસીથી આરક્ષિત કરાશે
Previous Articleજસદણમાં સતત સાતમાં દિવસે પીવાનું પાણી ન મળતા ગ્રામજનોમાં રોષ
Next Article રીબડા પાસે માર્ગ અકસ્માતમાં રાજકોટના યુવકનું મોત