શ્રુતી સોમમાણેકે ૯૭.૮૪ પીઆર સાથે સ્કુલમાં પહેલા ક્રમાંકે
રાજકોટની નામાંકિત ક્રિષ્ના સ્કુલમાં ધો.૧૨માં સામાન્ય પ્રવાહનું પરિણામ આવતાની સાથે જ વિદ્યાર્થીઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને વિદ્યાર્થીની આ મહેનતની સાથે એક ગોલ હતો કે તેઓ ધો.૧૨ પછી બીબીએ અને સીજે જેવા કોર્ષ કરીને આગળ વધવા અને મહેનત કરવા તૈયાર હતા. જેમાં શાળાવતી તેઓને પુરતો સહયોગ મળ્યો હતો સાથે સુરતમાં થયેલી દુર્ઘટનાને લીધે શાળા પરિવારે ૨ મિનિટ મૌન પાળીને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.
અબતક સાથેની વાતચીતમાં ક્રિષ્ના સ્કુલનાં ટ્રસ્ટી ગજેરા તૃપ્તીએ જણાવ્યું હતું કે, ગુજરાત માધ્યમિક શૈક્ષણિક બોર્ડ દ્વારા ધો.૧૨ કોમર્સનું પરિણામ આવ્યું છે ત્યારે બોર્ડનું પરિણામ ૭૩ ટકા છે ત્યારે ક્રિષ્ના સ્કુલનું ૯૫ ટકા પરિણામ આવેલ છે. સુરતમાં જે વિદ્યાર્થીઓએ પોતાની જાન ગુમાવી છે તેમની ક્રિષ્ના સ્કુલ તરફથી વાલીઓને શકિત આપે અને આજનું સ્કુલનું પરીણામ સારું આવ્યું છે.
ત્યારે પહેલા ક્રમે આવેલા વિદ્યાર્થીનીએ ધો.૮ સુધી ગુજરાતીમાં અભ્યાસ કર્યો છે અને ૯ થી ૧૨ ઈંગ્લીશમાં અભ્યાસ બીજી વિદ્યાર્થીએ પણ ૮૦ પીઆર મેળવ્યા છે અને તેમની સાથે દુર્ઘટના ઘડાઈ હતી ત્યારે તેમણે હિંમત ન હારી અને બધા જ પેપર ખુબ જ સારી રીતે અને બે વિદ્યાર્થીએ જે પેપર આપી હતી તેમના માટે ઈ સારી વાત કહેવાય. ઉપરાંત ધો.૧૨માં ઉર્તિણ થયેલા તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા અને ભવિષ્યમાં પણ આગળ વધે તેવી શુભકામના.
ક્રિષ્ના સ્કુલનાં ટોપર વિદ્યાર્થીઓએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પહેલા ક્રમમાં શ્રુતિ સોમમાણેક ૯૭.૮૪ પીઆર સાથે સ્કુલમાં પહેલા ક્રમે આવેલ છે. બીજા ક્રમ ઉપર લોદરીયા સ્મિત ૯૩ પીઆર સાથે સ્કુલમાં બીજા ક્રમે તથા ચાવડા માણેક ૯૦ ટકા સાથે ત્રીજો ક્રમ મેળવેલો છે ત્યારે આ તમામ વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દીનો શ્રેય પોતાના ટીચર્સ અને વાલીને આપે છે.
ત્યારે વિદ્યાર્થીઓને આગળ બીબીએ, સીએ જેવા કોર્ષ કરી આગળ વધી કારકિર્દી હાંસલ કરવી છે ત્યારે આવા સારા પરિણામને લીધે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં સાથે માતા-પિતામાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને એક વિદ્યાર્થીની જેમની પરીક્ષા દરમિયાન આકસ્મિક બનાવ બન્યો હતો એવી પરિસ્થિતિમાં તે વિદ્યાર્થીએ પરીક્ષા આપી ૮૦ પીઆર સાથે ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ઉર્તિણ થયેલ હતી.