જામનગર સમાચાર
કાલાવડ તાલુકાના આણંદપર ગામના ખેડુતના મકાન એક સપ્તાહ પૂર્વે દિન દહાડે થયેલી રુા.95 લાખની રોકડ રકમની ચોરીના ગુનામાં સંડોવાયેલા પાડોશી કરિયાણાની દુકાનદારને કાલાવડ ગ્રામ્ય અને એલસીબી સટફે ઝડપી ભેદ ઉકેલ્યો છે. જુગાર રમવાની ટેવ ધરાવતા કરિયાણાના વેપારીને રુા.40 લાખનું દેણું થઇ જતા ખેડુત પરિવાર લગ્ન પ્રસંગમાં ગયો તે દરમિયાન ચોરી કરી રોકડ વાડીએ છુપાવી દીધાની કબુલાત આપતા પોલીસે કબ્જે કરી છે.
આણંદપર ગામમાં ખેડુતના બંધ મકાનમાંથી ધોળા દિવસે રોકડ રૂ.95 લાખની ચોરીનો ભેદ પોલીસે ગણતરીના દિવસોમાં જ ઉકેલી નાંખ્યો છે. ઘરની બાજુમાં જ કરીયાણાની દુકાન ધરાવતા શખસને જૂગાર રમવાની ટેવ હોય અને તેના પર રૂ.40 લાખનું દેવું થઈ જતાં ચોરી કર્યાની કબુલાત કરી છે. એલસીબીએ ચોરીના સબંધીની વાડીમાં સંતાડેલા રોકડ રૂ.95 લાખ કબ્જે કર્યા છે. આણંદપર ગામમાં રહેતા દિપકભાઈ ભીખાભાઈ જેસડીયા (ઉ.વ.40) નામના ખેડુતના પિતાએ વેચેલી જમીના 5 થી 6 માસ પહેલા દોઢેક રોકડ રૂપિયા આવ્યા હતાં અને તે ઘરમાં પુત્ર દિપકભાઈના કબાટમાં રાખ્યા હતાં.
આ દરમ્યાન ગત તા.7ના રોજ પરીવાર પ્રસંગમાં ગયો હોય અને ધોળા દિવસે કબાટમાંથી રોકડ રૂ.95 લાખની ચોરી થઈ જતાં ખેડુત દિપકભાઈએ ફરિયાદ નોંધાતા પોલીસમાં દોડધામ મચી ગઈ હતી. એલસીબીના પીઆઈ જે.વી.ચૌધરી, પીએસઆઈ આર.કે.કરમટા, એસ. પી.ગોહિલ, પી.એન.મોરી તેમજ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પીએસઆઈ એચ.વી.પટેલ સહિતના સ્ટાફની જુદી જુદી ટીમો બનાવીને ચોરીનો ભેદ ઉકેલવા સઘન તપાસ હાથ ધરી હતી.
જેમાં શંકાના દાયરામાં આવેલા મકાનની બાજુમાં જ કરીયાણાની દુકાન ધરાવતા લવજી ગોરધનભાઈ ગોરસીયાની યુક્તિ-પ્રયુક્તિ પુર્વક પુછપરછ કરતા તેને ચોરીની કબુલાત કરી હતી. તેની આકરી ઢબે પુછપરછ કરતા શખસે તેની ભાડાની દુકાન ખેડુતની ઘરની બાજુમાં જ હોય અને ખેડુતને જમીન વેંચાણના રોકડ રૂપિયા આવ્યા હોય અને ઘરમાં જ હોવાની ખબર હતી.તી જેથી ખેડુત પરિવાર બહાર ગામ નાં સગાઈમાં જતાં દુકાનદારે બપોરના ના સમયે પરિવારની ગેરહાજરીમાં 7. મકાનના દરવાજાનો નકુચો તોડીને 7, ચાવીથી કબાટ ખોલીને રોકડ રૂ.95 ત. લાખની ચોરી કરી હતી અને બાઈક જ લઈને આણંદપર ગામની સીમમાં સબંધીની વાડીના મકાનમાં ના સંતાડયાની કબુલાત કરી હતી.
જેથી ને એલસીબીએ આરોપી લવજીને સાથે સ રાખીને વાડીના મકાનમાં લોખંડની ના કોઠીમાંથી ચોરીના રોકડ રૂ.95 તાં લાખ કબ્જે કર્યા હતાં. તેની પુછપરછ ના કરતા તેને જૂગાર રમવાની ટેવ હોય ની અને તેના ઉપર રૂ.35 થી 40 ના લાખનું દેવુ થઈ જતાં ચોરી કરી ની હોવાનું જણાવ્યું હતું. જે બાદ સે એલસીબીએ કાલાવડ ગ્રામ્ય ની પોલીસને આરોપીનો કબ્જો સોંપી ન દેતા પીએસઆઈ એચ.વી.પટેલએ ચ તેની ધરપકડ કરીને રીમાન્ડ માટેની 7. તજવીજ હાથ ધરી છે.
પોલીસ ટીમને એસ.પી. દ્વારા 5200નું ઈનામ અપાયું
ચોરીનો ભેદ ઉકેલનાર પોલીસ ટીમને રૂ.5.100નો રોકડ પુરસ્કાર આણંદપર ગામની રૂ.9પ લાખની ચોરીનો ભેદ ઉકેલનાર એલસીબી અને કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનની પોલીસ ટીમોને એસ.પી.પ્રેમસુખ ડેલુએ બિરદાવીને રોકડ રૂ.5100નું પુરસ્કાર ઈનામ રૂપે આપ્યું હતું.