- 95 લાખ રૂપિયાની છેતરપિંડી કરવાના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો
- શહેર પોલીસ દ્વારા બાતમીદારો અને હ્યુમન સોર્સિસના આધારે કરાઈ ધરપકડ
- આરોપી મુકેશ મેંદપરાની ધરપકડ, આરોપી કપીલ વસોયા અને નિર્મલ વસોયા ફરાર
સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા યુવક સાથે વિઝા કરાવી આપવાના બહાને 95 લાખ રૂપિયા ઠગ ટોળકી દ્વારા પડાવી લેવામાં આવ્યા હતા. છેતરપિંડી કરવાના ગુનામાં ફરાર આરોપીને ઝડપી પાડી સંગઠિત ક્રાઈમની BNSની કલમ 111(3)(4) નો ઉમેરો કરી દાખલા રૂપ કાર્યવાહી કરી છે. જેમાં સરથાણા પોલીસે અંગત બાતમીદારો અને હ્યુમન સોર્સિસ દ્વારા ગુપ્ત માહિતીના આધારે આરોપી મુકેશ મેંદપરા અમદાવાદ છુપાયેલો હોવાની સંપૂર્ણ ખાતરી કર્યા બાદ PSI એન.વી ભરવાડના માર્ગદર્શન હેઠળ અમદાવાદ ખાતે ટીમ મોકલવામાં આવી હતી. ત્યારે આરોપી મુકેશ મેંદપરા નામના મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો હતો. આ ઉપરાંત આરોપીઓમાં કપીલ વસોયા અને નીર્મલ વસોયા હજુ પણ ફરાર છે. જેની શોધખોળ શરુ કરવામાં આવી છે.
અનુસાર માહિતી મુજબ, સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા યુવક સાથે વિઝા કરાવી આપવાના બહાને 95 લાખ રૂપિયા ઠગ ટોળકી દ્વારા પડાવી લેવામાં આવ્યા હતા. છેતરપિંડી કરવાના ગુનામાં ફરાર આરોપીને ઝડપી પાડી સંગઠિત ક્રાઈમની BNSની કલમ 111(3)(4) નો ઉમેરો કરી દાખલા રૂપ કાર્યવાહી કરી છે. આ ઉપરાંત મહત્વનું છે કે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના સીધા માર્ગદર્શન હેઠળ સરથાણા પોલીસ સ્ટેશનના PI એમ બી ઝાલાએ કોર્ટ મારફત આ કલમોનો ઉમેરો કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપીઓ નિર્મલ વસોયા અને કપિલ વસોયાએ ફરિયાદીને વિઝા કરાવી આપવાના બહાને 95 લાખ રૂપિયા લીધેલ હતા અને વિઝા નહીં કરી આપેલ ત્યારબાદ ફરિયાદીએ પૈસાની માંગણી કરતા તેઓને પૈસાના બદલામાં તેઓના ફ્લેટનું બાનાખત કરી આપેલ હતું. જે ફ્લેટ પાંચ વર્ષ અગાઉ તેઓએ વેચાણ કરી દીધેલ હતો. આ રીતે તેઓએ ખોટા દસ્તાવેજો બનાવી ફરિયાદી સાથે બીજાના નામે છેતરપિંડી કરેલ તથા આરોપી મૂકેશ છે. તેમજ આ ફ્લેટનો બાનખત કરી આપેલ જેમાં તમામ ત્રણેય આરોપીઓ ફરાર હતા. જેમાં મુકેશ મેંદપરા નામના મુખ્ય આરોપીને સરથાણા પોલીસે અમદાવાદથી ઝડપી પાડ્યો હતો. આ આરોપીઓમાં કપીલ વસોયા અને નીર્મલ વસોયા હજુ પણ ફરાર છે.
આરોપીને ઝડપી પાડ્યા બાદ એ પણ ખુલાસો થયો હતો કે આ તમામ આરોપીઓ વિરુદ્ધ સુરત શહેર અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદો દાખલ થઈ હતી અને તેમા પણ ફરાર હતા. જેમાં ડુમસ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2024 દરમિયાન બે ફરિયાદો દાખલ થઈ હતી. જ્યારે અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશન એક ગુનો દાખલ થયો હતો અને સરથાણામાં એક ગુનો દાખલ થયો હતો. આ સાથે આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમ વર્ક કરવામાં આવી હતી. જેમાં સરથાણા પોલીસે અંગત બાતમીદારો અને હ્યુમન સોર્સિસ દ્વારા ગુપ્ત માહિતી મળેલ કે મુકેશ મેંદપરા અમદાવાદ છુપાયેલો છે. જેની સંપૂર્ણ ખાતરી કર્યા બાદ એક ટીમ PSI એન.વી ભરવાડ માર્ગદર્શન હેઠળ અમદાવાદ ખાતે મોકલવામાં આવી હતી. જેમાં આરોપીને દબોચવામાં સફળતા મળી હતી.
આરોપીને અમદાવાદથી સુરત લાવવામાં આવ્યો હતો. આ ફરીયાદમાં મુખ્ય સુત્રધાર મુકેશ મેંદપરાને ઝડપી પાડ્યો હતો. જેમાં કોર્ટમાં રજૂ કરી અને સંગઠીત ક્રાઈમની 111(3)(4) ની કલમોનો ઉમેરો કરવાનો અભિપ્રાય કોર્ટમાં મંજૂર થતાં જ ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. જેની સંપૂર્ણ તપાસ અને સઘન પૂછપરછ આ મુકેશ મેંદપરાની સરથાણા પોલીસ કરી રહી છે અને બીજા બે આરોપી કપિલ વસોયા અને નિર્મલ વસોયા વિશે પણ આ મુકેશ મેંદપરા પાસેથી માહિતી મેળવી રહી છે.
અહેવાલ : ભાવેશ ઉપાધ્યાય