વોર્ડ નં.૨ના ભાજપના ઉમેદવાર જયમીનભાઈ ઠાકર, મનિષભાઈ રાડીયા, ડો.દર્શિતાબેન શાહ અને મીનાબા જાડેજા ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
છેલ્લા પાંચ વર્ષમાં ભાજપના શાસકો દ્વારા શહેરના વોર્ડ નં.૨માં ૯૫ કરોડથી પણ વધુના વિકાસ કામો હાથ ધરવામાં આવ્યા છે. ભાજપના નગરસેવકો લોકો માટે અડધી રાતનો હોકારો બન્યા છે. આ વોર્ડમાં મતદાન પૂર્વે જ અમારી જીત ફાઈનલ થઈ ગઈ છે. પ્રચારમાં સ્વયંભૂ સમર્થન મળી રહ્યું છે. ચારેય કમળો વોર્ડમાંથી કોર્પોરેશનમાં મોકલવા કાર્યકરોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે તેમ આજે ‘અબતક’ની મુલાકાતે આવેલા ભાજપના ઉમેદવાર જયમીનભાઈ ઠાકર, મનિષભાઈ રાડીયા, ડો.દર્શિતાબેન શાહ અને મીનાબા જાડેજાએ જણાવ્યું હતું.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, ભાજપે અમારા પર વિશ્ર્વાસ મુક્યો છે, વોર્ડના પૂર્વ ચાર કોર્પોરેટરો પૈકી ૩ કોર્પોરેટરોને રીપીટ કર્યા છે. અમે પાંચ વર્ષમાં ૯૫ કરોડના વિકાસ કામો કર્યા છે. લોકસંપર્કમાં અમારા વિકાસ કામો બોલી રહ્યાં છે અને વોર્ડના લોકો અમને દિલથી ઉમળકાભેર આવકાર આપી રહ્યાં છે. ભાજપ હંમેશા વિકાસની રાજનીતિમાં માને છે. સૌનો સાથ સૌનો વિકાસ અને સૌનો વિશ્ર્વાસ એ અમારો મુળભૂત સૂત્ર છે. કોંગ્રેસના મિત્રો ખોટા આક્ષેપો કરી રહ્યાં છે. લોકોએ સુચવેલા કામો અમે મંજૂર કરાવ્યા છે જે સાબીત કરે છે કે, વોર્ડમાં અમારી સક્રિયતા કેટલી મજબૂત છે. તાજેતરમાં અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે. વાસ્તવમાં આ કોઈ ચૂંટણીનો મુદ્દો નથી પરંતુ સામાજિક સમરસતાનો મુદ્દો છે. વોર્ડમાં અમારી જીત નિશ્ર્ચિત છે તેવો વિશ્ર્વાસ ભાજપના ચારેય ઉમેદવારોએ વ્યકત કર્યો હતો.