ગુજરાત માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમીક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૦ નું પરીણામ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે ન્યુએરા સ્કુલનું સરેરાશ ૯૩ ટકા પરિણામ આવ્યું છે. ત્યારે ગુજરાતી માઘ્યમની વિઘાર્થીઓમાં ચાવડા દિશાએ ૯૯.૮૪ પીઆર સાથે સ્કુલમાં પ્રથમ ક્રમાંક મેળ્યો અને બોર્ડમાં ૧૬મો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. તેમ જ ગુસાણી આયુસીએ ૯૯.૬૯ પી.આર. સાથે સ્કુલ બીજો ક્રમાંક અને દોશી હિના એ ૯૯.૫૪ પી.આર. સાથે ત્રીજો ક્રમાંક મેળવ્યો હતો. જેથી પ્રીન્સીપાલ દ્વારા વિઘાર્થીઓના મોઢા મીઠા કરાવી હરણની લાગણી વ્યકત કરી હતી. અને વિઘાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
૧૭૫માંથી ૪૬ બાળકોને ૯૦ પીઆર: રૂપલ દવે (પ્રીન્સીપાલ)
ન્યુએરા સ્કુલના પ્રીન્સીપાલ દવે રૂપલ જે ન્યુએરા સ્કુલના ઇગ્લીશ મીડીયમ સ્કુલના પ્રીન્સીપલ છે ગુજરાત બોર્ડનું રીઝટ ૬૬.૯૭ ટકા આવ્યું છે. જેમાં ન્યુએરા સ્કુલનું પરીણામ ૯૩ ટકા આવ્યું છે. ઇગ્લીશ મીડીયમનું ૯૧.૦૬ અને ગુજરાતી મીડીયમનું ૯૩ ટકા પરીણામ આવ્યું છે. અમારા માટે ગૌરવની વાત એ છે કે કુલ ૧૭૫ વિઘાર્થીઓમાંથી ૪૬ બાળકોએ ૯૦ ટકા પીઆર મેળવી શાળા માટે ગર્વ મેળવ્યું છે. અને વિઘાર્થીઓ અને વાલીઓને ધન્યવાદ આપું છું.
૯૯.૫૪ પીઆર મેળવનાર હિના દોશીને ડોકટર બનવાનું સ્વપ્ન
દોશી હિના એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ન્યુ એરા સ્કુલની વિઘાર્થીની છે. અને તેમને ૯૯.૫૪ સ્કુલમાં ત્રીજો નંબર આવેલો છે. પરીક્ષાની તૈયારી ખુબ જ સારી એવી હતી. અને રોજરોજની તૈયારી કરેલી હતી જેથી પરીક્ષામાં ખુબ જ સારી તૈયારી કરાઇ હતી. અને જુનીયર વિઘાર્થીઓ માટે રોજની રોજ તૈયારી કરવી ધો.૧૦ પછી સાયન્સમાં અભ્યાસ કરી સાયન્સમાં બી ગ્રુપ રાખી ડોકટર બનાવાનો ઉદ્દેશ છે.
શાળાનો સહયોગ સારા પરિણામ માટે જવાબદાર: ગુસાણી આયુષી
ગુસાણી આયુષીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ન્યુ એરા સ્કુલમાં અભ્યાસ કરે છે અને ૯૯.૯૬ પીઆર સાથે સ્કુલમાં બીજા ક્રમે ઉર્તીણ થયેલ છે. સ્કુલ તરફથી ખુબ જ સારો સહયોગ મળેલ છે. હું છેલ્લા ૧ર વર્ષથી આ સ્કુલમાં અભ્યાસ કરેલો છે સ્કુલનું વાતાવરણ ખુબ જ સારું છે. અને પરીક્ષા ની તૈયારી ખુબ જ સારી અને દરરોજનું દરરોજ વર્ક કરેલું છે અને આગળ સાયન્સમાં અભ્યાસ કરવો છે.
હવે સાયન્સમાં બી ગ્રુપ રાખવાનું સ્વપ્ન: ચાવડા દિશા
અબતક સાથેની વાતચીત સાથે ચાવડા દિશાએ જણાવ્યું હતું કે ન્યુએરા સ્કુલમાં છેલ્લા ત્રણ વર્ષથી અભ્યાસ કરે છે અને તેમને ધોરણ ૧૦ ની પરીક્ષામાં ૯૯.૮૪ પીઆર સાથે સ્કુલમાં ૧૦ ક્રમ આવેલો છે. અને બોર્ડમાં ૧૬ મો ક્રમાંક આવેલો છે. જેથી સ્કુલનો ખુબ જ આભાર વ્યકત કરું છું. માતા-પિતા તરફથી ખુબ જ સારો સપોર્ટ હતો. ૧૦ પછી હવે સાયન્સ રાખવાનો વિચાર છે. અને સારી એવી ડોકટર બનવા ઇચ્છું છું. મારા જુનીયર વિઘાર્થીઓને એક વાત કરીશ કે ખુબ મહેનત કરવી અને તૈયારી સારી કરવી.