- સરકારી નર્સિંગ કોલેજમાં છેલ્લા પ્રોસેડિંગના અંતે ૪૫૦ કેસોને નિર્ણય ઉપર લેવાયા
- વડોદરા જિલ્લા મહેસુલી તંત્રમાં રચાયેલી ખાસ રેવન્યુ કોર્ટના છેલ્લા તબક્કાના અંતે RTSના ૪૫૦ કેસોને ઠરાવ ઉપર લેવામાં આવ્યા છે.
જમીનની બાબતોમાં આપસી તકરાર થવાના કારણે કલેક્ટર તંત્ર સમક્ષ આવતા RTSના કેસોના નિકાલ માટે કલેક્ટર ડો. અનિલ ધામેલિયા દ્વારા ખાસ રેવન્યુ કોર્ટની રચના કરવામાં આવી હતી અને તેના ચાર તબક્કાના પ્રોસેડિંગમાં ૧૫૨૮ કેસોને હાથ ઉપર લેવામાં આવ્યા હતા.
આજે આ ખાસ રેવન્યુ કોર્ટનું આજે છેલ્લું પ્રોસેડિંગ સરકારી નર્સિંગ કોલેજ ખાતે હાથ ધરવામાં આવ્યું હતું. તેના અંતે ૪૫૦ કેસો ઠરાવ ઉપર લેવામાં આવ્યા છે. ચાર તબક્કાના અંતે RTSના કુલ ૯૨૬ કેસોને ઠરાવ ઉપર લેવામાં આવ્યા છે. બાકીના કેસોમાં કલેક્ટર દ્વારા પક્ષકારોને સાંભળીને ત્વરિત નિર્ણય લેવામાં આવશે.
ચારેય તબક્કામાં નિવાસી અધિક કલેક્ટર બી. એસ. પરમાર, જિલ્લા પુરવઠા અધિકારી ગીતા દેસાઇ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સુહાની કેલૈયા અને જમીન સંપાદન અધિકારી પૂનમ મકવાણા સહિતના અધિકારીઓએ જહેમત ઉઠાવી હતી.