મોરબી જિલ્લાના છતર ગામે પણ જીઆઈડીસી બનાવવા ૨૪.૬૯ હેકટર જમીનની ફાળવણી
યુવાનોને રોજગારી પુરી પાડવા રાજ્યમાં નવ નવી ઔદ્યોગીક વસાહતોનું નિર્માણ કરવા માટે રાજ્ય સરકારે ૧૦૫૦.૩૦ હેકટર જમીન ફાળવવાનો નિર્ણય કર્યો છે. તેમ મહેસુલ મંત્રી કૌશિક પટેલે જણાવ્યું છે.
તેમણે ઉમેર્યું કે, પાટણ જિલ્લાના વાગોસણા ખાતે નિર્માણ નાર જી.આઈ.ડી.સી. માટે ૫૧.૪૬ હેકટર, મહેસાણા જિલ્લાના ઐઠોર માટે ૪૭ હેકટર, આણંદ જિલ્લાના ઈન્દ્રણજ માટે ૪૦.૧૯ હેકટર, રાજકોટ જિલ્લાના ખીરસરા માટે ૯૨.૬૩ હેકટર, મોરબી જિલ્લાના છત્તર માટે ૨૪.૬૯ હેકટર, સુરેન્દ્રનગર જિલ્લાના વણોદ માટે ૩૭૧.૬૦ હેકટર, ભાવનગર જિલ્લાના નવા માઢીયા માટે ૩૦૦ હેકટર તથા નારી માટે ૧૧૫.૨૫ હેકટર અને ગાંધીનગર જિલ્લાના ભાટ ખાતે નિર્માણ નાર જી.આઈ.ડી.સી. માટે ૭.૫૦ હેકટર જમીન ફાળવવાનો નિર્ણય કરાયો છે.
આ ફાળવવામાં આવનાર જમીન પૈકી ૭૦ ટકા જમીન બજાર કિંમતના ૫૦ ટકા ભાવે તા બાકીની ૩૦ ટકા જમીન પ્રવર્તમાન બજાર કિંમત અનુસાર જી.આઈ.ડી.સી.ને આપવામાં આવશે. જી.આઈ.ડી.સી. દ્વારા નાના ઉદ્યોગકારોને નક્કી કરેલ કિંમતના ૫૦ ટકા ભાવે પ્લોટ ફાળવવામાં આવશે.
સૌરાષ્ટ્રના નવા ત્રણ જિલ્લામાં જવાહર નવોદય વિદ્યાલય બનાવવા જમીનની ફાળવણી
મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં નવરચિત ત્રણ જિલ્લાઓમાં પણ શિક્ષણને પ્રોત્સાહન પુરૂ પાડવા રાજ્ય સરકારે ત્રણ નવી જવાહર નવોદય વિદ્યાલયના નિર્માણ માટે ૩૬.૪૨ હેકટર જમીન ફાળવવાનો મહત્વનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.
જેમાં બોટાદ જિલ્લાના બોટાદ ખાતે, મોરબી જિલ્લાના કોઠારીયા ખાતે અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ધતુરીયા ખાતે નિર્માણ નાર આ વિદ્યાલયોને પ્રત્યેકને ૧૨.૧૪ હેકટર લેખે કુલ ૩૬.૪૨ હેકટર જમીન રાજ્ય સરકાર દ્વારા વિનામૂલ્યે ફાળવવામાં આવશે.
મહેસૂલ મંત્રી પટેલે વધુમાં ઉમેર્યું કે, રાજ્ય જ્યારે ૧૬૦૦ કિ.મી. જેટલો વિશાળ દરિયા કિનારો ઘરાવે છે અને રાજ્ય સમગ્ર દેશમાં પોર્ટ ઓપરેશનની દ્રષ્ટિએ વૈશ્વિક સ્તરે હરીફાઈ કરી રહ્યું છે ત્યારે લોજીસ્ટીક સેકટરને વધુ સુદ્રઢ બનાવવા વધુને વધુ અત્યાધુનિક કન્ટેનર ડેપોની જરૂરીયાતને પુરી કરવા રાજકોટ જિલ્લાના પરાપીપળીયા ખાતે ઈનલેન્ડ કન્ટેનર ડેપોનું નિર્માણ કરાશે.
આ ડેપોનો વિકાસ કરવા માટે ભારતીય કન્ટેનર નિગમ લીમિટેડ, અમદાવાદને ૧૨.૫૫ હેકટર જમીન પ્રવર્તમાન નીતિ મુજબ ફાળવવામાં આવશે. માલના વહન માટે જેમાં કન્ટેનરોના લોડીંગ માટે રેલ સાઈડીંગ, કન્ટેનર યાર્ડ, આયાત-નિર્યાત કાર્ગો વેયર હાઉસ, કન્ટેનર એન્ડ કાર્ગો હેન્ડલીંગ, કસ્ટમ ડીપાર્ટમેન્ટ ઓફીસ, કન્ટેનર રીપેયર વર્કશોપ, ટ્રેડ ફેસીલીટેશન ઝોન સહીતની વિવિધ આંતરમાળખાકીય સવલતો નિર્માણ કરાશે.